Home> Entertainment
Advertisement
Prev
Next

રેખા નહીં...આ બોલ્ડ હસીના હતી અમિતાભ બચ્ચનનો પહેલો અધૂરો પ્રેમ, જાણીને આશ્ચર્યચકિત થશો

હનીફ ઝવેરીએ અમિતાભ બચ્ચન અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે બિગ બીનો પહેલો પ્રેમ કોણ હતી. તમને જાણીને નવાઈ લાગશે.

રેખા નહીં...આ બોલ્ડ હસીના હતી અમિતાભ બચ્ચનનો પહેલો અધૂરો પ્રેમ, જાણીને આશ્ચર્યચકિત થશો

અમિતાભ બચ્ચન બોલીવુડના એવા સિતારાઓમાંથી એક છે જેઓ પોતાનો પહેલો પ્રેમ મેળવવામાં સફળ રહ્યા નથી. અમિતાભ બચ્ચનના જીવનમાં કઈક એવું થયું કે જેના કારણે તેમણે રેખાની જગ્યાએ જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા. ત્યારે લોકોને એવું લાગતું હતું કે રેખા અમિતાભ બચ્ચનનો પ્રથમ પ્રેમ છે. જો કે એવું નથી. હાલમાં જ હનીફ ઝવેરીએ આ રહસ્ય પરથી પડદો  ઉઠાવ્યો છે. હનીફે ખુલાસો કર્યો છે કે રેખા પહેલા પણ અમિતાભ બચ્ચન કોઈ યુવતીને પોતાની દિલ દઈ બેઠા હતા. જાણો આખરે એ યુવતી કોણ હતી. 

fallbacks

મેરી સહેલી પોડકાસ્ટમાં વાત કરતા હનીફ ઝવેરીએ કહ્યું કે પોતાના જવાનીના દિવસોમાં અમિતાભ  બચ્ચન કોલકાતાની એક કંપનીમાં કામ કરતા હતા. તે વખતે અમિતાભ બચ્ચનને 250-300 રૂપિયા પગાર તરીકે મળતા હતા. અમિતાભ બચ્ચનની ઓફિસમાં માયા નામની એક યુવતી હતી. માયા બ્રિટિશ એરવેઝમાં કામ કરતી હતી. અમિતાભ બચ્ચન મનોમન આ યુવતીને ખુબ  પસંદ કરતા હતા. સમય જતા અમિતાભ બચ્ચને આ યુવતી સાથે મિત્રતા કરી લીધી. 

થોડા સમયમાં જ અમિતાભ બચ્ચન અને માયાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક્ટર બનવાનો નિર્ણય લીધો. તે વખતે અમિતાભ બચ્ચન જૂહુના એક બંગલામાં રહેતા હતા. માયા અવારનવાર અમિતાભ બચ્ચનને મળવા માટે ત્યાં આવતી હતી. જો કે અમિતાભ બચ્ચને માતાથી આ વાત છૂપાવવી પડતી હતી. 

અમિતાભ બચ્ચનને એ વાતનો ડર હતો કે તેમના માતા ક્યાંક જોઈ ન જાય. કારણ કે જ્યાં તેઓ રહેતા હતા તે તેજી બચ્ચનના સખીનું ઘર હતું. માતાથી બચવા માટે અમિતાભ બચ્ચને જલદી એ બંગલો છોડી દીધો. તે સમયે અમિતાભ બચ્ચન સાત હિન્દુસ્તાની ફિલ્મનુ શુટિંગ કરતા હતા. માયાની મદદથી અમિતાભ બચ્ચનને મહેમૂદના ઘરમાં જગ્યા મળી. જો કે માયા અને અમિતાભ બચ્ચનનો સંબંધ આગળ વધી શક્યો નહીં. 

તે વખતે અમિતાભ બચ્ચન ખુબ શરમાળ સ્વભાવના હતા અને માયા ખુબ બોલ્ડ હતી. તે અવારનવાર અમિતાભ  બચ્ચનની મજાક કરતી હતી અને  ફ્લર્ટ કરતી હતી. જો કે અમિતાભ બચ્ચન ક્યારેય માયા સાથે પોતાના મનની પેટછૂટી વાત કરી શક્યા નહીં. 

(અહેવાલ સાભાર-બોલીવુડ લાઈફ ડોટ કોમ હિન્દી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More