ગાંધીનગરઃ રાજ્યમાં જનતાને વિવિધ સેવા મળી રહે તે માટે સરકારના વિવિધ વિભાગો ચાલતા હોય છે. કેટલીક સેવા જરૂરી સેવામાં સામેલ હોય છે. આ સેવાઓમાં સામેલ કર્મચારીઓ હડતાલ પર જાય તો મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે. રાજ્યમાં પોતાની વિવિધ માંગને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન કરતા હોય છે. પરંતુ હવે સરકારે એક મોટો ફેરફાર કર્યો છે.
આરોગ્ય સેવા આવશ્યક સેવા જાહેર
રાજ્યમાં અત્યાર સુધી અનેક વખત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાની વિવિધ માંગને લઈને હડતાલ કરી ચૂક્યા છે. જ્યારે આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરે ત્યારે લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. કારણ કે હોસ્પિટલમાં ગમે ત્યારે ઈમરજન્સી આવે છે અને દર્દીઓને સારવારની જરૂર પડે છે. કર્મચારીઓના આંદોલન કે હડતાળ દરમિયાન આ સેવાઓ અટકી પડે છે.
આ પણ વાંચોઃ સુરતમાં સરથાણા પોલીસ તોડ કરે છે, ખુબ ભાજપના ધારાસભ્યએ લગાવ્યો આરોપ, CM ને લખ્યો પત્ર
રાજ્ય સરકાર દ્વારા પોલીસ, ઉર્જા જેવા વિભાગની સેવાઓને અગાઉથી અતિઆવશ્યક સેવામાં સામેલ કરવામાં આવેલ છે. પરંતુ હવે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવાઓમાં સામેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે The essential Services Maintenance Act,1981 હેઠળ આરોગ્ય સેવાને જરૂરી સેવામાં સામેલ કરી છે. સરકારના આ નિર્ણય બાદ વારંવાર હડતાલ પર જતા આરોગ્ય કર્મચારીઓને મનમાની હવે ચાલશે નહીં.
આરોગ્ય સેવાને આવશ્યક સેવામાં સામેલ કરી રાજ્ય સરકાર ફિક્સ-પેના કર્મચારીઓ હડતાલ પર જાય તો તેની સેવા સમાપ્ત કરવા સુધીની વિચારણા કરી રહી છે. આ અંગે આગામી દિવસોમાં સરકાર નિયમો જાહેર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે