Home> Entertainment
Advertisement
Prev
Next

Happy Birthday Ajay Devgn: અજયના પ્રેમમાં પાગલ આ ચુલબુલી અભિનેત્રીએ કરી હતી આત્મહત્યાની કોશિશ

Ajay Devgn Birthday love Story With Raveena Tandon: બોલીવુડ અભિનેતા અજય દેવગણનો આજે જન્મ દિવસ છે. અજય દેવગણ એટલે કે વિશાલ દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ પંજાબમાં થયો હતો. 

Happy Birthday Ajay Devgn: અજયના પ્રેમમાં પાગલ આ ચુલબુલી અભિનેત્રીએ કરી હતી આત્મહત્યાની કોશિશ

Ajay Devgn Birthday love Story With Raveena Tandon: બોલીવુડ અભિનેતા અજય દેવગણનો આજે જન્મ દિવસ છે. અજય દેવગણ એટલે કે વિશાલ દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ પંજાબમાં થયો હતો. તેનો પરિવાર બોલીવુડમાં સૌથી જાણીતા પરિવારમાંથી એક છે. અજય દેવગણ જ્યારે 22 વર્ષનો હતો ત્યારે તેણે ફિલ્મ ફૂલ ઔર કાંટેથી ડેબ્યૂ કર્યું હતું. આજે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સિતારામાંથી એક છે. અજય અને કાજોલ બોલીવુડના પાવર કપલમાં ગણાય છે. પરંતુ શું તમે જાણો છે કે અભિનેતાનું નામ તે સમયની એક અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે અને તે સમયનો તેમનો પ્રેમ ચર્ચમાં હતો. 

fallbacks

બોલીવુડની જાણીતી અભિનેત્રી રવિના ટંડન સાથે અજય દેવગણે ફિલ્મ દિલવાલેમાં કામ કર્યું હતું અને આ દરમિયાન બંને વચ્ચેના પ્રેમની અફવાઓ જોર પકડ્યું હતું. કહેવાય છે કે રવીનાએ પોતાનું દિલ અજયને આપ્યું હતું અને બંનેના અફેરની ખબરો મેગેઝીન અને અખબારોમાં છપાયા કરતી હતી. આ દરમિયાન અજયનું નામ કરિશ્મા કપૂર સાથે પણ જોડાયું હતું. અજય અને રવિનાની લવસ્ટોરી આગળ વધી રહી હતી અને કરિશ્માની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ અજયે રવિનાથી પોતાના રસ્તા અલગ કરી લીધા. જો કે આ સંબંધનો ખુબ દર્દનાક અંત થયો. 

fallbacks

જુલાઈ 1994માં ફિલ્મ ફેરમાં છપાયેલા એક અહેવાલ મુજબ ત્યારે રવિનાએ આત્મહત્યાની કોશિશ કરી હતી. કહેવાય છે કે તેનું કારણ કરિશ્મા હતી, કારણ કે અજય અને કરિશ્મા ખુબ નજીક આવી રહ્યા હતા. રવિનાએ તે સમયે અજય દેવગણ પર દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. રવિના તે વખતે અજય સાથેની પોતાની અંગત તસવીરો અને તેણે લખેલા પત્રો પણ મીડિયાને બતાવતી હતી. 

fallbacks

આ રિપોર્ટ્સ બાદ અજયે પણ ફિલ્મ ફેરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'રવિનાને સાઈક્યાટ્રિસ્ટની જરૂર છે'. અજયને જ્યારે તે કથિત લેટર્સ અંગે પૂછવામાં આવ્યું જે તેણે રવિનાને લખ્યા હતા તો તેનું કહેવું હતું કે લેટર્સ, કયા લેટર્સ?' રવિનાને કહો કે તે તે લેટર્સને છપાવડાવે, હું પણ જોવા માંગુ છું કે તે કેટલી કલ્પના કરી શકે છે. અજયે કહ્યું કે રવિના જન્મથી જૂઠી છે તે ફક્ત પબ્લિસિટી માટે મારું નામ તેની સાથે જોડી રહી છે. એટલું જ નહીં તેણે કહ્યું કે રવિનાની આત્મહત્યાની કોશિશ પણ પબ્લિસિટી માટે હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More