Home> Gujarat
Advertisement
Prev
Next

નરેશ પટેલને વધુ એક મોટી ઓફર! ગુજરાત કોંગ્રેસ દ્વારા કઈ બેઠક પરથી ટિકીટ આપવાની તૈયારી દર્શાવી?

કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ સાથે પ્રદેશ અને કેન્દ્રીયકક્ષાના આગેવાનો કોંગ્રેસમાં લેવા ચર્ચા કરી રહ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવી સૌની ઈચ્છા છે. નરેશ પટેલનો પરિવાર કોંગ્રેસની વિચારધારા ધરાવે છે.

નરેશ પટેલને વધુ એક મોટી ઓફર! ગુજરાત કોંગ્રેસ દ્વારા કઈ બેઠક પરથી ટિકીટ આપવાની તૈયારી દર્શાવી?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને કોકડું ગૂંચવાયેલું છે. સૂત્રોમાં ચર્ચા ચાલી રહી છે કે  કોંગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે મોટી ગેમ રમી રહ્યા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને વધુ એકવાર મોટી ઓફર કરવામાં આવી છે. 

fallbacks

રાજકોટ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયાએ એક પત્રકાર પરીષદ કરીને જણાવ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થશે. નરેશ પટેલને ધોરાજી-ઉપલેટાથી કોંગ્રેસ ટિકિટ આપશે તો હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું અને હું તેમને લડાવીશ. હું નરેશભાઈને ખંભે બેસાડીને ચૂંટણી લડાવીશ.

AAPમાં જોડાવા મુદ્દે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો મોટો ખુલાસો, 'મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો' 

કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ સાથે પ્રદેશ અને કેન્દ્રીયકક્ષાના આગેવાનો કોંગ્રેસમાં લેવા ચર્ચા કરી રહ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવી સૌની ઈચ્છા છે. નરેશ પટેલનો પરિવાર કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, મારે અનેકવાર નરેશભાઈ સાથે સંપર્ક કર્યો છે. 

નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના યુવાનો અને ખેડૂતોને મોટો ફાયદો થશે, તેમ લલિત કગથરાએ ઉમેર્યું હતું. 

દિલ્હી-પંજાબ સર કર્યા બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ ગુજરાત; આજે દિલ્હી CM કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં કરશે રોડ શો, પ્રચારનો બુંગીયો ફુંકાશે

તમને જણાવી દઈએ કે આજે રાજકોટ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ક્યારે આ પ્રદર્શનમાં ધારાસભ્યો સહિત કોંગ્રેસના સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More