Home> Entertainment
Advertisement
Prev
Next

Amitabh એ રેખા, હેમા, પરવીનને છોડીને મીનાક્ષી સાથે જોડી જમાવી! પછી કેમ આ અભિનેત્રી સાથે કામ કરવાની ના પાડી દીધી?

Happy Birthday Meenakshi Seshadri : 80ના દાયકામાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રી બંનેની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાને હતો. પરંતુ કંઈક એવું બન્યું કે જેના કારણે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. જાણવા જેવી છે આખી સ્ટોરી...

Amitabh એ રેખા, હેમા, પરવીનને છોડીને મીનાક્ષી સાથે જોડી જમાવી! પછી કેમ આ અભિનેત્રી સાથે કામ કરવાની ના પાડી દીધી?

ઝી બ્યૂરો, અમદાવાદઃ 80ના દાયકામાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રી બંનેની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાને હતો. પરંતુ કંઈક એવું બન્યું કે જેના કારણે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. શહેનશાહ ફિલ્મની સફળતા બાદ આ જોડી ગંગા જમના સરસ્વતી તુફાન અને અકેલા જેવી ફિલ્મોમાં સાથે જોવા મળી. જોકે, આ ફિલ્મોમાં એક સાથે કામ કર્યા બાદ ફરી કેમ અમિતાભ અને મીનાક્ષી એક સાથે જોવા ન મળ્યાં? એક ફિલ્મ રસિક તરીકે આ સવાલ તમને જરૂર થાય. તો આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

fallbacks

Dharmendra એ નશામાં ધૂત થઈને કરી ગંદી હરકત! Ajay Devgn ની સાસું અને Kajol ની મમ્મીએ ઝીંકી દીધો લાફો!

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ‘પરફેક્ટ બ્યૂટી’ કહેવાતી મીનાક્ષી શેષાદ્રીના (Meenakshi Seshadri) એક જમાનામાં રૂપેરી પડદે ઘણી ફિલ્મોમાં એક સાથે જોવા મળતા હતાં. અમિતાભનો સિતારો ત્યારે સાતમા આસમાને હતો. કોઈપણ ફિલ્મ હોય બિગ બી ના નામથી ફિલ્મો ચાલતી હતી. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનની હાજરી કોઈપણ ફિલ્મને હિટ બનાવવાની ગેરંટી માનવામાં આવે છે, તો બીજી તરફ મીનાક્ષી શેષાદ્રીના પણ લાખો ચાહકો હતાં. સ્ક્રીન પર આ બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પછી શું થયું કે અમિતાભ બચ્ચન મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મો કરવાથી દૂર રહ્યા એ સવાલ જરૂર આપણને થાય.

Amitabh Bachchan ની સ્ટાઈલને કોપી કરવામાં આ દેશના રાષ્ટ્રપતિએ પણ કર્યો જુગાડ!

વાસ્તવમાં 80ના દાયકામાં અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રી બંનેની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાન પર હતો. જ્યારે અમિતાભ બચ્ચન સુપર સ્ટાર બની ગયા હતા ત્યારે મીનાક્ષી શેષાદ્રી પણ એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપીને સૌની પહેલી પસંદ બની ગઈ હતી. પરંતુ 1988 પહેલા બંનેએ સાથે એક પણ ફિલ્મ કરી ન હતી.

Salman અને અક્ષયની હિરોઈન Sex Racket માં ઝડપાઈ! ગોવાની હોટલમાંથી પોલીસે ગ્રાહક સાથે રંગેહાથે કરી ધરપકડ 

રેખા, હેમા, ઝીનત અને પરવીનને છોડીને અમિતાભ કેમ કરતા હતા નવા ચહેરાની શોધ?
રેખા અને હેમા માલિનીથી લઈને ઝીનત અમાન અને પરવીન બોબી સુધીની અનેક હિરોઈન સાથે જોડી જમાવનાર અમિતાભ બચ્ચન પછી રાજકારણ છોડીને ફિલ્મી દુનિયામાં પાછા ફર્યા. ત્યારે અમિતાભ બચ્ચન એવા ચહેરાની શોધમાં હતા જેની સાથે તેઓ ફરીથી સ્ક્રીન પર જોડી બનાવી શકે. આ સમયે ટીનુ આનંદ અમિતાભ બચ્ચન માટે આશાનું કિરણ લઈને આવ્યા હતા જેમણે મીનાક્ષી શેષાદ્રીને તેમની નવી ફિલ્મ શહેનશાહમાં અમિતાભ બચ્ચન સાથે કાસ્ટ કરી હતી. જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે અમિતાભ અને મીનાક્ષીની જોડીને રિપીટ કરવાની સ્પર્ધા હતી.

બસંતીનું સેટિંગ હતું ઠાકુર જોડે બાજી મારી વીરુએ! હેમાનો હાથ માંગવા ગયો જીતુ! વિદેશ ફરવા લઈ ગયા રાજેશ ખન્ના!

અમિતાભે કેમ મીનાક્ષી સાથે કામ કરવાની ના પાડી દીધી?
શહેનશાહ ફિલ્મની સફળતા બાદ અમિતાભ અને મીનાક્ષીની જોડી ત્રણ ફિલ્મો ગંગા જમુના સરસ્વતી, તુફાન અને અકેલામાં દર્શકોની સામે જોવા મળી હતી. પરંતુ કમનસીબે આ ત્રણેય ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. તુફાન અને અકેલા જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી ના હતી. એક પછી એક આ ત્રણેય નિષ્ફળતાઓએ અમિતાભ બચ્ચનને ખરાબ રીતે હલાવી દીધા. અમિતાભ બચ્ચનને લાગ્યું કે મીનાક્ષી શેષાદ્રી તેમના માટે નસીબદાર નથી.

રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષયની પત્નીને ડાયરેકટરે કહ્યું તું મંદાકિનીની જેમ પાતળું કપડું લપેટીને ઝરણાં નીચે ઉભી રે...

કહેવાય છે કે આ પછી અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં અમિતાભ બચ્ચનનો સિતારો ફરી ચમક્યો અને ઘણી ફિલ્મો હિટ થઈ. બીજી તરફ મીનાક્ષી શેષાદ્રીના ખાતામાં ઘાયલ, દામિની અને ઘાતક જેવી હિટ ફિલ્મો પણ આવી. પરંતુ બંનેની જોડી તૂટી ગઈ હતી અને દર્શકોએ આ જોડીને ફરી ક્યારેય સાથે જોઈ નથી. હાલ મીનાક્ષી શેષાદ્રી અમેરિકામાં સેલિબ્રિટીનું જીવન છોડીને એક સામાન્ય જીવન જીવે છે. હમણાં થોડા સમય પહેલાં જ મીનાક્ષી અમેરિકાના એક સ્ટોરની બહાર લાઈનમાં ઉભેલી જોવા મળી હતી.

એક ભૂલના લીધે શૂટિંગના સેટ પર જીવતી સળગી ગઈ આ અભિનેત્રી! જાણો કેવી રીતે માચીસની Stick એ લીધો જીવ!

Rekha એ પોતાની સુંદરતાને જાળવી રાખવા આખી જિંદગી ખાધી આ વસ્તુ! જાણીને નવાઈ લાગશે!

Akshay એ હેલિકોપ્ટરો વચ્ચે કેટરિનાને Bike ની ટાંકી પર ઉંધી બેસાડીને જે હાલ કર્યા...બાપરે...! જુઓ વીડિયો

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More