ચેતન પટેલ/સુરત: રાજ્યમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ડાયમંડ સીટી સુરત ફરી એકવાર દુષ્કર્મની ધટનાથી શર્મિદગીનો સામનો કરી રહ્યું છે. સિંગણપોરની 12 વર્ષીય કિશોરીને ભાઈના કાકા સસરાએ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં કિશોરીને 4 માસનો ગર્ભ નીકળ્યો છે. આ ધટનાને લઈને સુરતમાં ગુનો દાખલ કરાયો છે. બીજી બાજુ પોલીસે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ગુનો બાંસવાડા ટ્રાન્સફર કર્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સોમવારે સવારે સિવિલમાં આવેલી સુરત સિંગણપોર વિસ્તારની 12 વર્ષીય કિશોરી સગર્ભા હોવાની હકીકત સામે આવ્યા બાદ તેણીના ભાઈએ જ તેણીને રાજસ્થાનમાં વેંચી નાંખી હોવાથી કાકા સસરાએ કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારાયો હોવાનો પિતાએ આક્ષેપ કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. કિશોરીને પેટમાં દુખાવીની ફરિયાદ કરી હતી, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે સિવિલમાં પહોંચેલી માસુમે ફરજ પરના ડો. ઉમેશ ચૌધરી સમક્ષ આપવિતી કહેતા અને પ્રાથમિક તપાસમાં તેણીને ગર્ભ હોવાનું માલૂમ પડતા તેમને તાત્કાલિક સીંગણપોર પોલીસને જાણ કરાઈ હતી. ડો. ચૌધરી સમક્ષ પીડિત કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, પીડિતાના ત્રણ ભાઈ અને એક બહેન છે. પોતે ચારેક માસ પહેલા વતન બિહાર ગયા હતા. ત્યારે પીડિતાને ભાઈ ભાભી સાથે છોડી ગયો હતો. ત્યાબાદ દોઢેક માસ પહેલા પરત ફરતા અને પુત્રી ઘરે નહીં દેખાતા તેણે પુત્ર અને પુત્રવધૂને પુછતા તેમણે કોઈ સંતોષજનક જવાબ આપ્યો નહોતો. તેના ગયા બાદ પીડિતા ઘરેથી લોટ લેવા ગયા બાદ પરત ફરી નહીં હોવાનું જણાવ્યું હતું.
દિવાળીના દિવસે પીડિતાએ પિતાને ફોન કરી પોતે રાજસ્થાન, બાંસવાડામાં દયનીય અવસ્થામાં હોવાની વાત કરી હતી. ચાર પાંચ દિવસ પહેલા પિતા તેણીને ઘરે પરત લઈ આવ્યા હતા. એક બે દિવસથી તેણીને પેટમાં દુખાવાની તકલીફ થઈ રહી હોવાથી સોમવારે સવારે સિવિલમાં લઈ જવાઈ હતી. જ્યાં પીડિતા સગર્ભા હોવાની હકીકત સામે આવી હતી. પુત્રીને તેણીના સગા ભાઈ અર્થાત પોતાના પુત્રએ રૂપિયા 15 હજારમાં વેંચી દીધી હોવાનો આક્ષેપ પિતાએ કર્યો હતો.
દિયોદરમાં કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકરોનું મોટું નિવેદન, '...તો હું મારી સીટ છોડવા તૈયાર છું'
તમને જણાવી દઈએ કે, એવો રિવાજ છે કે લગ્ન બાદ વધુના માતા-પિતાને રૂપિયા આપવાના હોય છે. પરંતુ જો કોઈ રૂપિયા આપી ન શકે તો તેવી સ્થિતિમાં માંગણીઓ બદલાતી હોય છે. આવા જ એક કેસમાં સાસરિયાઓએ કહ્યું કે, જો તે રૂપિયા ન આપે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે, જેના કારણે ભાઈએ પોતાની બહેનને સાસરિયાઓની સેવા માટે મોકલી હતી. જ્યાં ભાઈના કાકા સસરાએ તેના પર વારંવાર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે