Home> Entertainment
Advertisement
Prev
Next

હેમા માલિનીના ઘરમાં ખુશીનો ડબલ ડોઝ, પુત્રી આહનાએ જોડકા બાળકોને જન્મ આપ્યો

હેમા માલિની અને ધર્મેન્દ્રના ઘરમાં એકવાર ફરીથી કિલકારીઓ ગૂંજી ઊઠી છે. પુત્રી આહના દેઓલ માતા બની છે. સૌથી વધુ ખુશીની વાત એ છે કે આહનાએ જોડકી બાળકીઓને જન્મ આપ્યો છે. આહનાએ પોતે આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આહનાએ એક ગ્રીટિંગ શેર કરી છે જેમાં તેણે હેમા માલિની અને ધર્મેન્દ્રને ઓવરજોઈડ ગ્રાન્ડપેરેન્ટ્સ ગણાવ્યા છે. 

હેમા માલિનીના ઘરમાં ખુશીનો ડબલ ડોઝ, પુત્રી આહનાએ જોડકા બાળકોને જન્મ આપ્યો

મુંબઈ: હેમા માલિની અને ધર્મેન્દ્રના ઘરમાં એકવાર ફરીથી કિલકારીઓ ગૂંજી ઊઠી છે. પુત્રી આહના દેઓલ માતા બની છે. સૌથી વધુ ખુશીની વાત એ છે કે આહનાએ જોડકી બાળકીઓને જન્મ આપ્યો છે. આહનાએ પોતે આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આહનાએ એક ગ્રીટિંગ શેર કરી છે જેમાં તેણે હેમા માલિની અને ધર્મેન્દ્રને ઓવરજોઈડ ગ્રાન્ડપેરેન્ટ્સ ગણાવ્યા છે. 

fallbacks

સ્કેમ 1992: હર્ષદ મહેતાનું પાત્ર પ્રતિક ગાંધીની જગ્યાએ વરુણ ધવન ભજવવાનો હતો? જાણો અભિનેતાનો જવાબ

ઈન્સ્ટા સ્ટોરી પર આહનાએ એક ગ્રીટિંગ કાર્ડ શેર કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે ક્યારેક ક્યારેક મિરેકલ્સ પેરમાં થાય છે. અમને એ જણાવતા આનંદ થાય છે કે ઘરમાં Astraia & Adea Vohra નામની બે પુત્રીઓનું આગમન થયું છે. જન્મ 26 નવેમ્બર 2020ના રોજ થયો. આ સાથે જ આહનાએ ઘરના તમામ સભ્યો અંગે જણાવ્યું કે તેઓ કેવું મહેસૂસ કરી રહ્યા છે. પેરેન્ટ્સ વૈભવ વોરા અને આહના પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. ભાઈ ડેરિન વોરા ઉત્સુક છે. આ સાથે જ ગ્રાન્ડપેરેન્ટ્સ ધર્મેન્દ્ર અને હેમા માલિની ઓવરજોઈડ છે. 

હાઈકોર્ટમાં કંગનાની જીત, BMCએ ખોટા ઈરાદાથી તોડી ઓફિસ, મળશે વળતર

આહના અને વૈભવના લગ્ન વર્ષ 2014માં થયા હતા. આ લગ્ન બાદ તેમને પહેલા એક પુત્ર થયો જેનું નામ ડેરિન છે. રિપોર્ટ્સનું માનીએ તો આહના દેઓલ હાલ હોસ્પિટલમાં જ છે. તેને ડિસ્ચાર્જ મળ્યો નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો આહનાએ શરૂઆતમાં ફિલ્મો પર હાથ અજમાવ્યો હતો પરંતુ ત્યારબાદ તેણે ફિલ્મોથી અંતર જાળવી લીધુ હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More