Home> Entertainment
Advertisement
Prev
Next

બાપરે...ખતરનાક કોરોનાના ભરડામાં આવી ગયો આ જાણીતો અભિનેતા, જાણો શું છે હાલત

હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈદ્રિસ એલ્બાએ જાહેરાત કરી છે કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. ટ્વીટર પર વાત શેર કરતા અભિનેતાએ લખ્યું કે આજે સવારે પરીક્ષણ બાદ હું કોરોના વાયરસથી સંક્રમિત થયેલો જોવા મળ્યો.

બાપરે...ખતરનાક કોરોનાના ભરડામાં આવી ગયો આ જાણીતો અભિનેતા, જાણો શું છે હાલત

નવી દિલ્હી: હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈદ્રિસ એલ્બાએ જાહેરાત કરી છે કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. ટ્વીટર પર વાત શેર કરતા અભિનેતાએ લખ્યું કે આજે સવારે પરીક્ષણ બાદ હું કોરોના વાયરસથી સંક્રમિત થયેલો જોવા મળ્યો. હું ઠીક છું. અત્યાર સુધી તો મારામાં તેના કોઈ લક્ષ્ણ જોવા મળ્યા નથી પરંતુ વાયરસની ચપેટમાં આવવાના કારણે મને અલગ રાખવામાં આવ્યો છે. 

fallbacks

47 વર્ષના છે ઈદ્રિસ એલ્બા
47 વર્ષના આ અભિનેતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ પોતાની પત્ની સબરીના ધોવરે સાથે જોવા મળે છે. આ વીડિયોમાં ઈદ્રિસ કહે છે કે તેમની પત્નીનું હજુ પરીક્ષણ કરાવવામાં આવ્યું નથી. તેઓ હાલ ઠીક છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા અભિનેતાએ વધુમાં કહ્યું કે તેમણે આ ટેસ્ટ એટલા માટે કરાવ્યો કારણ કે તેમને ખબર પડી કે શુક્રવારે (13 માર્ચ) તેઓ એક એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતાં જેને પહેલેથી આ વાયરસ હતો.

જુઓ LIVE TV

તેમણે વીડિયોમાં કહ્યું કે "આ એક ગંભીર મુદ્દો છે. હવે સાર્વજનિક સ્થળોએ લોકોથી અંતર રાખવાનું અને પોતાના હાથ ધોવા અંગે ગંભીરતાથી વિચારવા અંગે પણ આ એક યોગ્ય સમય છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More