Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાંથી ઝડપાઈ મોબાઈલ સ્નેચિંગ ગેંગ, 1.80 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ચોરીના વાહનો પર રસ્તે ચાલતા રાહદારી તેમજ ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ બાર જેટલા ગુનાનો  ભેદ ઉકેલી કાઢ્યો છે

સુરતમાંથી ઝડપાઈ મોબાઈલ સ્નેચિંગ ગેંગ, 1.80 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ચેતન પટેલ, સુરત: ચોરીના વાહનો પર રસ્તે ચાલતા રાહદારી તેમજ ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ બાર જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા અગિયાર જેટલા મોબાઈલ તેમજ ચોરીના બે વાહનો જપ્ત કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

fallbacks

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે

સુરતમાં બનતા મોબાઈલ સ્નેચિંગ તેમજ વાહન ચોરીના ગુનાઓને ડામવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ભારે કમરકસી છે. ત્યારે શહેરમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ તેમજ લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે લીંબાયત વિસ્તારમાંથી આરોપી અસપાક શા અને વકીલ અહમદ અંસારીને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને સ્નેચિંગ કરેલ મોબાઈલ તેમજ ચોરીના વાહનો સહિત ઘાતક હથિયાર મળી આવ્યું હતું. 

આ પણ વાંચો: મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું

Live TV:- 

આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા સર્વેશ ચૌરસિયા નું નામ બહાર આવ્યું હતું.સર્વેશ ના ત્યાં તપાસ કરતા સ્નેચિંગ કરેલા અન્ય મોબાઇલ મળી આવ્યા હતા. જે મોબાઈલ આરોપીઓ પાસેથી કમિશનથી વેચવા માટે લીધા હોવાની હકીકત બહાર આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન ઉધના, લીંબાયત, ખટોદરા તેમજ ડુમસ પોલીસ ચોપડે નોંધાયેલ મોબાઇલ સ્નેચિંગ સહિત લૂંટના બાર જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More