WAR 2 Trailer: ઋત્વિક રોશન જુનિયર એનટીઆર અને કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ વોર 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારથી આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત આતુરતા જોવા મળતી હતી. આ આતુરતા ટ્રેલર જોયા પછી સાતમા આસમાને પહોંચી જશે.. વોર 2 નું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. વોર 2 નું ટ્રેલર લોકોનું દિલ જીતી રહ્યું છે. ફિલ્મમાં ફરી એક વખત ઋત્વિક રોશન મેજર કબીરના રોલમાં જોવા મળશે.. જ્યારે જુનિયર એનટીઆર આ વખતે વિક્રમ નામના ખતરનાક એજન્ટના પાત્રમાં દેખાશે.
આ પણ વાંચો: Too Much..અત્યાર સુધીના સૌથી બોલ્ડ અને બિંદાસ ટોક શો ની હોસ્ટ બનશે કાજોલ અને ટ્વિંકલ
વોર ટુ ફિલ્મનું ટ્રેલર જોઈને એક વાત નક્કી થઈ ગઈ છે કે ફિલ્મ જબરદસ્ત એક્શન થી ભરપૂર અને દમદાર હશે. વોર 2 ફિલ્મ ના ટ્રેલર પાસેથી જે અપેક્ષા હતી તેનાથી વધારે ધમાકેદાર ટ્રેલર છે. ટ્રેલર ની શરૂઆત ઋત્વિક રોશન અને એનટીઆરના ડાયલોગ્સ થી થાય છે. બંનેની એન્ટ્રી પણ જોરદાર દેખાડવામાં આવી છે. ફિલ્મમાં બંને દેશ માટે એવી લડાઈ લડવા જઈ રહ્યા છે જે કોઈ લડી શકે નહીં.
આ પણ વાંચો: કોરિયન ફિલ્મની કોપી છે સૈયારા ? મોહિત સૂરી પર લાગ્યો ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો આરોપ
ફિલ્મના ટ્રેલરમાં કિયારા અડવાણીની ઝલક પણ જોવા મળે છે. ઋત્વિક રોશન સાથે કિયારા અડવાણીના રોમેન્ટિક સીન પણ ફિલ્મમાં જોવા મળશે જે ફિલ્મને ઈમોશનલ એંગલ પણ આપશે. જોકે ટ્રેલરમાં કિયારા અડવાણી પણ એક્શન અવતારમાં દેખાય છે. ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત ફાઈટ સીન પણ જોવા મળે છે. ફિલ્મની લાઈમલાઈટ જુનિયર એનટીઆર અને ઋત્વિક રોશન વચ્ચેનો ફાઈટ સીન હશે.
જણાવી દઈએ કે વોર 2 ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મ 2019 માં આવેલી વોર ફિલ્મની સિક્વલ છે. યશરાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની આ છઠ્ઠી ફિલ્મ છે. સ્પાઈ યુનિવર્સમાં પઠાન અને ટાઈગર 3 જેવી ફિલ્મો પહેલાથી જ સામેલ છે. અયાન મુખર્જીની વોર ટુ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે