Home> Gujarat
Advertisement
Prev
Next

"પેપર પહોંચી ગયું છે", આ કોર્ડથી સુરતમાં ચાલી રહ્યો છે ગંદો ખેલ, 29 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય!

Surat Diamond Artisans Honeytrap: સુરતમાં રત્નકલાકારોને જ હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી મશરૂ ગેંગનો 6 દિવસ પહેલાં પર્દાફાશ થયા બાદ અત્યારસુધીમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Surat News: સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી હની ટ્રેપ ગેંગનો આતંક ચરમસીમા પર છે, જેમાં મુખ્યત્વે શહેરના રત્નકલાકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે જેમાં હની ટ્રેપના શિકાર રત્નકલાકાર બન્યા છે જે દર્શાવે છે કે આ ગેંગ ખાસ કરીને આ સમુદાયને જ ટાર્ગેટ કરી રહી છે.

fallbacks

નરેન્દ્ર મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, PM તરીકે પૂર્ણ કર્યા 4078 દિવસ

વીડિયો અને બ્લેકમેલનો પર્દાફાશ
સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પીડિત રત્નકલાકાર આરોપી સુમિતમ મશરૂ સાથે બાઈક પર પોતાના સંબંધીના કારખાનામાં આવે છે અને તેને જણાવે છે કે તેને પૈસાની જરૂર છે આ દરમિયાન આરોપી સુમિત મશરૂ સોફા પર બેસે છે અને પીડિત રત્ના કલાકાર પોતાના સંબંધીની સામે બેસે છે. તેના સંબંધિત પોતાના કર્મચારી પાસેથી પૈસા મંગાવીને આપે છે ત્યાર પછી સીડિત રત્નકલાકાર અને આરોપી ત્યાંથી નીકળી જાય છે.

મહારાષ્ટ્ર પછી આ રાજ્યમાં ભાષાની લડાઈ, મોદી અને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

સીસીટીવી ફૂટેજમાં સુમિત મશરૂ નામનો મશરૂ ગેંગનો સભ્ય રત્નકલાકાર સાથે સંબંધી ની ઓફીસ માં જયે છે અને આરોપીને આપવા માટે સંબંધી પાસે 40,000 રોકડા લેતો સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો આ ગેંગની મોડસ ઓપરેન્ડીનો જીવંત પુરાવો પૂરો પાડે છે.સુરતમાં છેલ્લા કેટલાક દિવસની અંદર અમે મશરૂ ગેંગ સામે ત્રણ ફરિયાદ દાખલ કરી છે. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે 29 જેટલી હનીટ્રેપ ગેંગો સક્રિય છે. આ તમામ ગેંગના લોકો પણ અમારા રડારમાં છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 22 જુલાઈ, 2025ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે 15 મે, 2025ના રોજ બનેલી ઘટના સંબંધિત હતી. 51 વર્ષીય ભોગ બનનાર રત્નકલાકાર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કામરેજ બાજુથી ધર્મિષ્ઠા રૂપારાખોલીયા નામની મહિલાએ લિફ્ટ માંગી હતી. લિફ્ટ આપવાના બહાને તે બાઇક પર પાછળ બેસી ગઈ હતી અને ત્યારબાદ તેણે પોતાના ગેંગના સભ્યોને જાણ કરી દીધી હતી.

હવે લાખ રૂપિયા ખર્ચવાની જરૂર નથી! આ રીતે મળશે સસ્તું સોનું, જાણો સરકારનો મોટો નિર્ણય

પછી આ મહિલાએ રત્નકલાકારને મળવા અને ફરવા જવાનું કહ્યું હતું. જ્યારે તેઓ ગલતેશ્વર ગયા, ત્યારે ગેંગના સભ્યો અમિત મશરૂ, સુમિત મશરૂ, અલ્પેશ પટેલ અને એક અજાણ્યો વ્યક્તિ ત્યાં પહેલેથી જ હાજર હતા. જ્યારે રત્નકલાકાર અને મહિલા ગળે મળી રહ્યા હતા, ત્યારે ગેંગના સભ્યો ત્યાં પહોંચી ગયા અને તેમને માર માર્યો, હથકડી બતાવી અને પોતાની વાડીમાં બેસાડી દીધા. તેમને ડ્રગ્સ અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 10 લાખની ખંડણી માંગી હતી. રત્નકલાકારે અલ્પેશ પટેલને એટીએમમાંથી 50,000 આપ્યા હતા અને બાકીના 40,000 પોતાના સંબંધી પાસેથી લાવીને આરોપીઓને આપ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેણે મિત્ર પાસેથી દોઢ લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયા પણ આપ્યા હતા

કતારગામમાં પણ હની ટ્રેપનો ભોગ બન્યા રત્નકલાકારો
21 જુલાઈના રોજ કતારગામમાં રહેતો એક રત્નકલાકાર આ હની ટ્રેપનો ભોગ બન્યો હતો. આરોપીઓએ તેને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાવ્યો હતો. હની ટ્રેપમાં ફસાવ્યા બાદ રત્નકલાકાર પર દુષ્કર્મ જેવા ગંભીર આરોપ મૂકીને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડતા અનેક બાળકો કાટમાળ નીચે દબાયા, 5ના મોત

19 જુલાઈના રોજ કતારગામ વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતા 44 વર્ષીય યુવાન પણ હની ટ્રેપનો શિકાર બન્યા હતા. અસ્મિતા બાબુ ભરડવા નામની યુવતી, જે તે જ કંપનીમાં કામ કરતી હતી, તેણે ફોન પર મીઠી વાતો કરીને યુવાનને ફસાવ્યો હતો. 16 જુલાઈ, 2025ના રોજ અસ્મિતા યુવાનને કતારગામ લીંબાયા ફળિયા પાસે મળવા બોલાવી સ્વસ્તિક ફ્લેટ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લઈ ગઈ હતી. ત્યાં બે અન્ય મહિલા પણ હાજર હતી.

ફ્લેટના એક રૂમમાં અસ્મિતા અને યુવાન હતાં એ જ સમયે ત્રણ શખસો રૂમમાં ઘૂસી આવ્યા અને પોતાને પોલીસ તરીકે રજૂ કર્યા હતા. તેમણે આઈકાર્ડ પણ બતાવ્યા અને પોતાના નામ સુમિત મશરૂ, અલ્પેશ પટેલ અને રાજુ જણાવ્યું. આ ડુપ્લિકેટ પોલીસે યુવાન અને અસ્મિતાને હથકડી પહેરાવી દીધી અને પોલીસ સ્ટેશન લઈ જવાની તેમજ મીડિયા બોલાવવાની ધમકી આપી તેમના ફોટો પણ પાડી લીધા હતા. બાદમાં સુમિતે બળાત્કારનો ગુનો દાખલ ન કરવા બદલ 20 લાખની ખંડણી માંગી હતી. યુવાને દોઢ લાખની વ્યવસ્થા કરી શકવાની વાત કરતાં સુમિતે 5 લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું.

SIPથી 20 વર્ષમાં ધનવાન બનીને પણ ગરીબ રહી જશો તમે, માત્ર આટલી રહી જશે 1 કરોડની વેલ્યુ

આ સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે મહિલા દ્વારા હની ટ્રેપ સફળતાપૂર્વક ગોઠવાઈ જતી, ત્યારે ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં "પેપર પહોંચી ગયું છે" એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા, જે તેમનાં ગુનાહિત કાર્યોમાં ગુપ્તતા જાળવવામાં મદદ કરતો હતો. ભોગ બનેલી વ્યક્તિ સમાજમાં બદનામી થવાના ડરથી પોલીસ કેસ ન કરતી હોવાથી આ ટોળકી અન્ય લોકોને પણ શિકાર બનાવતી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More