Home> Entertainment
Advertisement
Prev
Next

Imlie ની આ અભિનેત્રીનું અસલ જીવન છે ખુબ જ દર્દભર્યું, પતિએ ગત વર્ષે કરી હતી આત્મહત્યા

ટીવી શો ઈમલીમાં માલિનીની ભૂમિકામાં હાલ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ઈમલી અને આદિત્યને ભેગા કરવા માટે તનતોડ મહેનત કરી રહેલી માલિની હવે બંનેનો સંબંધ તોડવા માટે ધમપછાડા કરી રહી છે.

Imlie ની આ અભિનેત્રીનું અસલ જીવન છે ખુબ જ દર્દભર્યું, પતિએ ગત વર્ષે કરી હતી આત્મહત્યા

ટીવી શો ઈમલીમાં માલિનીની ભૂમિકામાં હાલ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ઈમલી અને આદિત્યને ભેગા કરવા માટે તનતોડ મહેનત કરી રહેલી માલિની હવે બંનેનો સંબંધ તોડવા માટે ધમપછાડા કરી રહી છે. પરંતુ શું તમે માલિનીની અસલ જિંદગી વિશે જાણો છો?

fallbacks

ટીઆરપી યાદીમાં ઈમલી ટોપ 3માં જોવા મળતો શો છે. એક સમયે સીધી સાદી દેખાતી માલિની હવે ગ્રે શેડમાં જોવા મળી રહી છે. આદિત્યને મેળવવાની ઈચ્છામાં માલિની કઈ પણ કરવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે અસલ લાઈફમાં માલની ઉર્ફે મયુરી દેશમુખ પતિની યાદોમાં ખોવાયેલી રહે છે. 

પતિ માટે લખી છે કવિતા
છેલ્લા 3 વર્ષમાં મયૂરી દેશમુખે પોતાના જીવનનો ખરાબ સમય જોયો છે. તેના પતિનું મોત થઈ ગયું છે. તે આજે પણ પતિની યાદમાં ખોવાયેલી રહે છે. હાલમાં જ તેણે પતિની યાદમાં એક કવિતા લખી હતી જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. મયુરીની આ કવિતાને વાંચીને લોકો તેની ભાવનાને સરળતાથી સમજી શકે છે. 

fallbacks

ગત વર્ષે પતિએ કરી હતી આત્મહત્યા
તમને જાણીને નવાઈ લાગેશે કે મયુરી દેશમુખના પતિ આશુતોષ ભાકરેએ ગત વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મયુરી દેશમુખના પતિએ પણ જુલાઈ 2020ના રોજ મોતને ગળે લગાવ્યું હતું. તેના પતિ ઘણા સમયથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. પતિના મોતે મયુરીને હચમચાવી દીધી. 

હું આજે પણ તેમને ખુબ પ્રેમ કરું છું
મયુરીના પતિ આશુતોષ ભાકરે પણ એક અભિનેતા હતા. પતિના મોત અંગે એક ઈન્ટરવ્યુમાં મયુરીએ કહ્યું હતું કે તેના પતિ આજે પણ તેની જિંદગીનો ભાગ છે. મયુરીએ કહ્યું કે હું આજે પણ તેમને ખુબ પ્રેમ કરું છું. લોકોને કેમ એવું લાગે છે કે એકલા પોતાનું જીવન જીવી શકીએ નહીં. એકલા રહેવા માટે આશુતોષનો પ્રેમ પુરતો છે. 

fallbacks

મયુરીથી માલિનીની સફર
સમય સાથે મયુરી દેશમુખે પોતાને સંભાળી લીધી છે અને આગળ વધવાની કોશિશ કરે છે. હાલ મયુરી દેશમુખ ઈમલીમાં માલિનીની ભૂમિકામાં જોવા મળે છે. આ શોમાં પહેલા તે એક પોઝિટિવ ભૂમિકામાં હતી પરંતુ હવે ધીરે ધીરે તેનો રોલ નેગેટિવ થઈ રહ્યો છે. ઈમલી મયુરીની પહેલી હિન્દી સિરિયલ છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More