Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: દાગીનાની લેતી દેતીમાં યુવકનું અપહરણ, ખેડાથી ઝડપાયા 3 અપહરણકર્તાઓ

અપહરણ (Kidnap) કરી આરોપીઓએ તેઓના પતિ બ્રીનદેશ કુમારને 8 મહિના અગાઉ આપેલા રૂપિયા પરત માંગી, રૂપિયા નહીં આપે તો દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Ahmedabad: દાગીનાની લેતી દેતીમાં યુવકનું અપહરણ, ખેડાથી ઝડપાયા 3 અપહરણકર્તાઓ

મૌલિક ધામેચા, અમદાવાદ: નારોલ (Narol) વિસ્તારમાં સોનીને ધોવા માટે આપેલા દાગીના સોનીએ પરત ના આપતા વેપારીના 23 વર્ષીય યુવકના અપહરણ (Kidnap) ની ઘટના સામે આવી છે. જેમાં અપહરણકારો (Kidnapping) એ યુવકનું અપહરણ કરી તેના પિતા પાસે દાગીના અને પૈસાની માગણી કરી હતી. જોકે પરિવારે પોલીસ (Police) ને જાણ કરતા આરોપીઓ અને અપહૃત યુવકને ખેડા (Kheda) થી પકડી લઈ નારોલ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

ધોવા માટે આપેલા દાગીના સોનીએ પરત ન આપતા વેપારીના પુત્રનું અપહરણ (Kidnap)કરનાર શખ્સોની નારોલ પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી ભારતીબેન સોની તેઓના પતિ સાથે નારોલ (Narol) માં રહે છે. તેઓના પતિ બ્રિન્દેશ કુમાર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 12મી ઓગસ્ટે રાતના સમયે તેઓના દીકરા સનીને બ્રેઝા કારમાં અપહરણ કરીને વિશાલ ભરવાડ તેમજ દિલીપ ભરવાડ સહિતના શખ્સો લઈ ગયા હોવાની જાણ તેઓને થઇ હતી.

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

અપહરણ (Kidnap) કરી આરોપીઓએ તેઓના પતિ બ્રીનદેશ કુમારને 8 મહિના અગાઉ આપેલા રૂપિયા પરત માંગી, રૂપિયા નહીં આપે તો દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અપહરણકારોના ફોન બંધ થઈ જતા મહિલાએ પરિજનો પાસેથી પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૈસાની વ્યવસ્થા ન થતા તેઓએ અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'

નારોલ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાતા જ પોલીસે (Police) તરત જ ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે ખેડા પાસેથી અપહરણકારોએને પકડીને યુવકને છોડાવી તેના માતા પિતાને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીના પતિ અગાઉ શહેરના અન્ય વિસ્તારમાં સોનીની દુકાન ચલાવતા હતા. તે સમયે આરોપીઓએ તેઓને સોનાના દાગીના ધોવા માટે આપ્યા હતા.જે દાગીના લઇને વેપારી નારોલ (Narol) વિસ્તારમાં આવી જતા, તેની જાણ આરોપીઓને થઈ હતી અને તેઓએ પોતાના દાગીના પરત મેળવવા માટે વેપારીના દીકરાનું અપહરણ (Kidnap) કર્યું હતું.

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

નારોલ પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. દિલીપ ભરવાડ, દોલા ભરવાડ, હરેશ ભરવાડની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ફરાર આરોપી વિશાલ ભરવાડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More