Home> Entertainment
Advertisement
Prev
Next

Jhalak Dikhla Jaa 10 માં સાક્ષાત 'રામ સીતાના દર્શન', દિવાળી સ્પેશિયલ એસિપોડમાં થશે રાવણ વધ

Diwali 2022 ની ઉજવણી ધારાવાહિકો અને રીયાલિટી શોમાં થઈ રહી છે. ડાન્સ રીયાલિટી શો ઝલક દિખલા જા 10 (Jhalak Dikhla Jaa 10) નો દિવાળી સ્પેશિયલ એપિસોડ ખુબ ખાસ રહેવાનો છે. અહીં દર્શક આ વખતે સાક્ષાત રામ સીતાના દર્શન કરવાના છે. 

Jhalak Dikhla Jaa 10 માં સાક્ષાત 'રામ સીતાના દર્શન', દિવાળી સ્પેશિયલ એસિપોડમાં થશે રાવણ વધ

નવી દિલ્હીઃ Arun Govil Dipika Chikhlia in Jhalak Dikhla Jaa 10: ડાન્સ રીયાલિટી શો, ઝલક દિખલા જા 10 (Jhalak Dikhla Jaa 10) ઘણા વર્ષો બાદ શરૂ થયો છે અને તેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. દર સપ્તાહે નવી થીમ લઈને આવતા શોમાં હવે ખાસ દિવાળી એપિસોડ (Jhalak Dikhla Jaa 10 Diwali Special Episode) ની તૈયારી થઈ રહી છે. આ એપિસોડમાં Contestants, જજ પેનલ અને દર્શક બધા 'રામ-સીતા'ના સાક્ષાત દર્શન કરવાના છે. નોંધનીય છે કે ઝલકના દિવાળી એપિસોડમાં રામાણયની કાસ્ટ, એટલે કે અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા એક સાથે જોવા મળવાના છે. આવો જાણીએ આ એપિસોડમાં શું થવાનું છે. 

fallbacks

Jhalak Dikhla Jaa 10 માં સાક્ષાત રામ-સીતાના દર્શન
રામાનંદ સાગરની રામાયણ સીરિયલને ખુબ પસંદ કરવામાં આવી હતી, આજે પણ લોકો તેને શ્રદ્ધાની સાથે જુએ છે. નોંધનીય છે કે આ શોમાં રામ અને સીતાનું પાત્ર ભજવનાર એક્ટર્સ, અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. આ બંને એક્ટર એકવાર ફરી ઝલક દિખલા જા 10ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં એક સાથે જોવા મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

શું હશે દિવાળી એપિસોડમાં ખાસ
નોંધનીય છે કે આ વાતની જાણકારી ડાન્સ રીયાલિટી શોના નવા પ્રોમોથી મળે છે, જેમાં ઘણી વસ્તુ નજર આવી રહી છે. નવા પ્રોમોમાં જોઈ શકાય કે અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા એપિસોડમાં ખાસ ગેસ્ટ બનીને આવી રહ્યાં છે. એટલું જ નહીં આ એપિસોડમાં પ્રભુ શ્રી રામ એટલે કે અરૂણ ગોવિલ રાવણનો વધ કરતા જોવા મળશે. 

આ પણ વાંચોઃ 'ડાયરેક્ટર સાથે સૂવાની ના પાડી એટલે ફિલ્મોમાંથી કાઢી મૂકી', અભિનેત્રીનો ખુલાસો

ઝલક દિખલા જા 10 (Jhlaak Dikhla Jaa 10) ના આ એપિસોડના પ્રોમોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને દર્શકો શો ઓનએર થવાની રાહ જોઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More