અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચોક્કસ રસાકસી ભરી બની રહેવાની છે. ફરી એકવખત ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉદ્દભવી છે. કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપ્યું છે. નીતિન પટેલ વર્ષ 2017માં અમદાવાદના નારણપુરાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.
તમને જણાવી દઈએ કે, નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચુંટણી લડ્યાં હતા. કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહની પરંપરાગત સીટ પરથી કોંગ્રેસે મોટા નેતા ગુમાવ્યા છે. નારણપુરા વિધાનસભામા 2017 માં 41 હજાર મત નીતિન પટેલને કોગ્રેસમાંથી મળ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે