Home> Entertainment
Advertisement
Prev
Next

જ્હાન્વીના હાથ લાગી મોટી લોટરી, કરણ જૌહરે આપી ત્રીજી બિગ બજેટ ફિલ્મ

જ્હાન્વીના હાથ લાગી મોટી લોટરી, કરણ જૌહરે આપી ત્રીજી બિગ બજેટ ફિલ્મ

જ્હાન્વી કપૂરે કરણ જૌહર અને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ધડકથી પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. જ્હાન્વી હાલ તો પોતાની ડેબ્યુ ફિલ્મની સક્સેસની મજા લઈ રહી છે, ત્યાં તો તેને કરણ જોહરની બીજી મોટી ફિલ્મ ‘તખ્ત’માં રોલ મળી ગયો છે. લાગે છે કે, કરણ જૌહરને બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની આ દીકરી વધુ પસંદ આવી ગઈ છે. આ જ કારણ છે કે, હવે જ્હાન્વી કપૂર જલ્દી જ ધર્મા પ્રોડક્શનની વધુ એક ફિલ્મનો હિસ્સો બની ગઈ છે. 

fallbacks

fallbacks

વેબસાઈટ ડીએનએ અનુસાર, જ્હાન્વીને તેની ત્રીજી ફિલ્મ પણ ધર્મા પ્રોડક્શનમાંથી જ ઓફર થઈ છે. જેના ડાયરેક્ટર શશાંક ખેતાન હશે. શશાંકે પોતાની આ ફિલ્મની જાહેરાત ફેબ્રુઆરીમાં કરી હતી. ‘ધડક’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલ શશાંક પોતાની આ નવી ફિલ્મમાં વરુણ ધવનને કાસ્ટ કરી રહ્યાં છે. વરુણની આ ફિલ્મમાં ઓપોઝીટમાં કઈ એક્ટ્રેસ લેવી તે અંગે કન્ફ્યુઝન હતું, પરંતુ હવે સમાચાર મળી રહ્યાં છે કે શશાંક એકવાર ફરીથી જ્હાન્વીને પોતાની હિરોઈન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

fallbacks

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ફિલ્મનું ટાઈટલ રણભૂમિ હોઈ શકે છે. પંરતુ હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી. સાથે જ જ્હાન્વીએ પણ આ મામલે કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે હવે જ્હાન્વીની સક્સેસમાં વધારો થયો છે. તેને ધર્મા પ્રોડક્શનની વધુ એક ફિલ્મ ‘તખ્ત’ પણ મળી ગઈ છે. જેમાં કરીના કપૂર, રણવીર સિંહ જેવા સ્ટાર્સ નજરે આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More