Home> Entertainment
Advertisement
Prev
Next

મીડિયાને જોઈને એવું ભાગ્યું આ બોલિવુડ કપલ, કે તોડી નાંખ્યા ટ્રાફિક રુલ્સ

મીડિયાને જોઈને એવું ભાગ્યું આ બોલિવુડ કપલ, કે તોડી નાંખ્યા ટ્રાફિક રુલ્સ

હાલ બોલિવુડમાં સ્કૂટરનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. કદાચ આ બંનેએ પોતાના સંબંધો પર અધિકારિક નિવેદન કરવાને બદલે આ રીતે બતાવવું યોગ્ય ગણ્યું હશે. પરંતુ આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, આ કપલ ઈચ્છતુ હતું કે વધુ લોકો તેમને જુએ. અડધી રાત્રે આ સેલિબ્રિટી કપલ મુંબઈના રસ્તાઓ પર દેખાયું હતું. થયું એમ કે, કિમ શર્મા અને એક્ટર હર્ષવર્ધન રાણે ડિનર કરીને પરત ફરી રહ્યા હતા. જેમ બંને બહાર નીકળ્યા, ત્યારે મીડિયાના કેમેરાની નજરે તેઓ ચઢ્યા હતા. પણ આ જોઈને હર્ષવર્ધન રાણેએ સ્કૂટીની સ્પીડ વધારી દીધી, બાદમાં થોડી વારમાં જ રોન્ગ સાઈડમાં ગાડી હંકારી હતી. બંનેમાંથી કોઈએ જ હેલમેટ પહેર્યા ન હતા. આમ, બંને ટ્રાફિક રુલ્સના ધજાગરા ઉડાડતા નજરે આવ્યા હતા. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

So cool 🤩🤩👌😎😀 #harshvardhanrane #kimsharma @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હંમેશા ચર્ચામાં આવ્યા છે કિમના સંબંધો
એક્ટ્રેસ કિમ શર્માએ થોડા વર્ષ પહેલા કેન્યાઈ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તેણે બોલિવુડમાં કામ કરવાનું બંધ કર્યું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો ન હતો. બંનેના ડાયવોર્સ થયા હતા. આ લગ્ન પહેલા કિમ શર્માએ ક્રિકેટર યુવરાજ સિંહને લગભગ ચાર વર્ષ ડેટ કરી હતી. યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ બાદ કિમ શર્માએ સ્પેનિશ કાર્લોસ મારીનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જે સ્પેનિશ બેન્ડ ઈલ ડિવોનો લીડ સિંગર હતો. એક્ટ્રેસ કિમ શર્માનું નામ આ પહેલા પણ ફિલ્મ રોક ઓનના ડાયરેક્ટર અભિષેક કપૂર અને મેન્સવિયર ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે જોડાયું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Fun ride with #kimsharma and #harshvardhanrane 🤩😀😍

A post shared by Viral Bhayani (@viralbhayani) on

કિમ શર્માએ આદિત્ય ચોપરાની ફિલ્મ મહોબ્બતેંથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કિમે અનેક કમર્શિયલમાં પણ કામ કર્યું છે. તે હંમેશાથી બોલિવુડમાં પોતાના બોલ્ડ લૂકને લઈને ચર્ચામાં રહે છે. જોકે, હવે તેનું નામ એક્ટર હર્ષવર્ધન રાણે સાથે જોડાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More