Home> Entertainment
Advertisement
Prev
Next

Boycut બાલ-સ્કૂલ યૂનિફોર્મમાં નટખટ બાળકી કોણ? હવે બની ગઇ છે બોલીવુડની ક્વીન

બોલીવુડની બેબાક બાલા કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ટ્વિટરના સસ્પેંડ થયા બાદ હવે કંગના અવાર-નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાની નવી નવી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી રહે છે.

Boycut બાલ-સ્કૂલ યૂનિફોર્મમાં નટખટ બાળકી કોણ? હવે બની ગઇ છે બોલીવુડની ક્વીન

નવી દિલ્હી: બોલીવુડની બેબાક બાલા કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ટ્વિટરના સસ્પેંડ થયા બાદ હવે કંગના અવાર-નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાની નવી નવી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી રહે છે. કંગના રનૌત (Kangana Ranaut) નો ફેન્સ બેબાક અંદાજ ખૂબ પસંદ કરે છે. હવે કંગનાએ પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે. કંગનાના આ ફોટો બાળપણના દિવસોનો છે. કંગના પોતાના આ જૂના ફોટામાં ખૂબ ક્યૂટ લાગી રહી છે.   

fallbacks

કંગનાએ પોસ્ટ કરી સ્કૂલ ડેઝની તસવીરો
ગત રાત્રે કંગના રનૌત (Kangana Ranaut) પોતના સ્કૂલ ડેઝની તસવીર પોસ્ટ કરી. આ પોસ્ટમાં તે સ્કૂલ યૂનિફોર્મ પહેરેલી જોવા મળી રહી છે. તેમના વાળા નાના છે. તેમની સાથે ફોટામાં તેમની એક મિત્ર પણ ઉભેલી જોવા મળી રહી છે. કંગના રનૌત (Kangana Ranaut) એ પોતાના જૂના દિવસોને યાદ કરતાં લખ્યું 'નાની સ્કૂલ જેનું નામ છે હિલ વ્યૂ... વર્ષ 1998 હિમાચલ પ્રદેશ. રનૌત (Kangana Ranaut) નો ફોટો જોયા બાદ તમે પણ કહેશો કે તે જરા પણ બદલાઇ નથી. તેમના હાવભાવ, ઘાટ બધું જ એવું જ છે. 

viral video: અભિનેત્રીનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, કેમેરા સામે બતાવી રહી હતી અદાઓ

કંગનાએ પહેલાં પણ શેર કર્યા બાળપણના ફોટા
આજકાલ બોલીવુડ એક્ટર્સ પોતાના બાળપણના ફોટા પોસ્ટ કરતા રહે છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ જાય છે. એવું જ રનૌત (Kangana Ranaut) ના ફોટા સાથે પણ થયું છે. કંગનાએ પોતાની જૂની તસવીરને જેવી પોસ્ટ કરી તેના પર કોમેન્ટનો વરસાદ થઇ ગયો છે. સતત લોકો કોમેન્ટ કરીને તેમની પ્રશંસા કરી રહ્યા છે. તે પહેલાં પણ કંગનાએ પોતાના બાળપણના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. બાળપણના એક ફોટામાં તે સીતા બનેલી પણ જોવા મળી છે. 

ચાઇલ્ડ ટ્રાફિકિંગની કહાની છે 'ધાકડ'
તમને જણાવી દઇએ કે રનૌત (Kangana Ranaut) જલદી જ ફિલ્મ 'ધાકડ' માં જોવા મળશે, જોકે એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે, જેને રજનીશ ઘઇ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં 'એજન્ટ અગ્નિ'ના રૂપમાં રનૌત (Kangana Ranaut) જોવા મળશે. તેમની સાથે ફિલ્મમાં અર્જુન રામપાલ દિવ્યા દત્તા અને શારિબ હાશમી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર આધારિત છે. અભિનેતા અર્જુન રામપાલ ફિલ્મમાં વિલન બનેલા જોવા મળી રહ્યા છે. 

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

બીજી ઘણી ફિલ્મ પણ લાઇન્ડ અપ
'ધાકડ' ઉપરાંત, રનૌત (Kangana Ranaut) પાસે બીજા ઘણા પ્રોજેક્ટ્સ રિલીઝ માટે તૈયાર છે. તો બીજી તરફ ઘણાનું શૂટિંગ પણ બાકી છે. પીરિયડ ડ્રામા 'મર્ણિકર્ણિકા રિટર્ન્સ ધ લીજેન્ડ ઓફ દિદ્દા' અને 'તેજસ' જેવી ફિલ્મોમાં  કંગના જોવા મળશે. ઇમરજન્સી અને ઇન્દીરા ગાંધી પર આધારિત ફિલ્મ પણ કંગના બનાવવાની છે. તો બીજી તરફ આખરીવાર તે ફિલ્મ 'થલાઇવી' માં જોવા મળી. આ ફિલ્મમાં તેમના પાત્રને લોકોએ પસંદ કર્યું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More