Home> Entertainment
Advertisement
Prev
Next

હવે કંગના બરાબર વીફરી, લીધો મોટો નિર્ણય 

કંગનાએ એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડ અને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાને લીગલ નોટિસ ફટકારી છે

હવે કંગના બરાબર વીફરી, લીધો મોટો નિર્ણય 

મુંબઈ : ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌટે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડને કાયદાકીય નોટિસ ફટકારી છે. એક્ટ્રેસનું કહેવું છે કે જર્નલિસ્ટનો વ્યવહાર પ્રોફેશનલ નથી. જર્નલિસ્ટનું સમર્થન કરીને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડે અનૈતિક અને ગેરકાયદાકીય કામ કર્યું છે.    

fallbacks

નોંધનીય છે કે સૌથી પહેલા એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડે એક્ટ્રેસનો બહિષ્કાર કર્યો હતો. જે પછી મુંબઈ પ્રેસ ક્લબ અને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ પણ એન્ટરટેઈન્મેન્ટ જર્નલિસ્ટ ગિલ્ડના નિર્ણયનું સમર્થન કર્યું હતું.        

કંગના રનૌત અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના એક ગીત લોન્ચિંગ પ્રસંગે એક પત્રકાર પરિષદમાં ધમાલ મચી ગઈ હતી. અહીં કંગના એક પુરુષ પત્રકાર પર ગુસ્સે ભરાઈ ગઈ હતી. તેણે એ પત્રકાર પર પોતાને બદનામ કરતી વાતો ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. સામા પક્ષે એ પત્રકારે કંગના સમક્ષ આરોપોને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. 

આ પ્રેસ કોન્ફરન્સ ‘જજમેન્ટલ હૈ ક્યા’નાં એક ગીતને લોન્ચ કરવા માટે હતી. એમાં ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ ઉપસ્થિત હતાં. આ કોન્ફરન્સમાં કંગનાએ એક પત્રકારને કહ્યું હતું કે, ‘તુમ તો મેરે દુશ્મન બન ગયે… બડી ઘટિયા બાતેં લિખ રહે હો. કીતની જ્યાદા ગંદી બાતે લિખ રહે હો, ઈતના ગંદા સોચતે કૈસો હો’. એ સાંભળીને તે પત્રકારે કહ્યું કે પોતે સત્ય જ લખ્યું છે અને આ રીતનું તેનું વર્તન યોગ્ય નથી. આ પછી તેમની વચ્ચે બહુ ઉગ્ર ચર્ચા થઈ હતી. જોકે, પછી ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરે લેખિતમાં માફી માગી હતી કારણકે તે પણ ઈવેન્ટમાં હાજર હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More