Home> Sports
Advertisement
Prev
Next

વૃદ્ધ મહિલા ફેનની યોર્કર જોઈને ચોંકી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ

એક વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શાંતા સક્કૂબાઈ નામના એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે. 

વૃદ્ધ મહિલા ફેનની યોર્કર જોઈને ચોંકી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યોર્કરમેન જસપ્રીત બુમરાહ છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક શાનદાર બોલર બનીને ઉભર્યો છે. રમતના કોઈપણ સમયે વિકેટ લેવાની પોતાની ક્ષમતાને કારણે તે હાલના સમયમાં રેન્કિંગમાં ટોપ પર છે. 

fallbacks

ટ્વીટર પર એક યૂઝરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે. 

આ વીડિયો શાંતા સક્કૂબાઇ નામની એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતા જોવા મળી રહી છે. 

25 વર્ષીય બુમરાહે પણ આ વીડિયોને શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે, 'તેમણે મારો દિવસ બનાવી દીધો.' બુમરાહે વિશ્વકપની નવ મેચોમાં 18 વિકેટ લીધી છે. 

શાંતા શક્કૂબાઈ નામના ટ્વીટર એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જ્યાં ફેને કહ્યું કે, આ વિશ્વકપમાં તેમના માતા બુમરાહની બોલિંગથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બુમરાહના રન અપની નકલ કરવાનો નિર્ણય લીધો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More