મુંબઈ : ત્રણ દિવસ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌત 72માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે રવાના થઈ હતી. આ સમયે કંગનાને એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવામાં આવી હતી અને તે ગજબની સુંદર લાગી રહી હતી. આ સમયે કંગના એરપોર્ટ પર Gucciના બ્લુ શર્ટ અને વાઇડ લેગ પેન્ટના લુકમાં જોવા મળી હતી. જોકે કંગનાની આ એરપોર્ટ સ્ટાઇલ બહુ મોંઘીદાટ હોવાની માહિતી મળી છે. કંગનાના Gucci શર્ટ અને પેન્ટની કિંમત 1,96,798 રૂપિયા હોવાની માહિતી મળી છે. તેના બ્લુ શર્ટની કિંમત રૂ. 91, 273 જ્યારે વાઇડ ડેનિમ પેન્ટની કિંમત રૂ. 1,05, 525 હોવાની માહિતી મળી છે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી માટે તૈયારી કરી છે. આ ઇવેન્ટ માટે કંગનાએ માત્ર 10 દિવસમાં પાંચ કિલો વજન ઉતાર્યું છે. કંગનાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો સાથે આ વાત જણાવી. કંગનાના ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજાએ આ વજન ઉતારવા માટે કંગનાની મહેનત વિશે જણાવ્યું હતું. યોગેશે જણાવ્યું કે, કંગનાએ વજન ઘટાડવા માટે લો-કાર્બ ડાયેટ ફોલો કર્યું. હકીકતમાં કંગનાએ અશ્વિની ઐયરની ફિલ્મ ‘પંગા’માં કબડ્ડી પ્લેયરના રોલ માટે વજન વધાર્યું હતું. હવે કાન માટે તેણે આકરી મહેનતથી 10 દિવસમાં જ વજન ઘટાડી લીધું છે. યોગેશે જણાવ્યું કે, ‘કંગનાએ પંગા માટે વજન વધારવાનું હતું એટલે તે હાઈ કાર્બ ડાયેટ ફોલો કરી રહી હતી. હાઈ-કાર્બ ડાયેટથી લો-કાર્બ ડાયેટ પર આવવું સરળ નથી. કંગના 10-11 કલાકના શૂટિંગ બાદ પણ દિવસમાં બેથી ત્રણ વખત વર્કઆઉટ કરતી હતી.’
સલમાનના મનમાં એશ માટે ભારોભાર કડવાશ! આ તસવીર છે પુરાવો
કંગના રનૌતે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ સાડીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી લીધી હતી. પહેલા દિવસ માટે તેણે તેણે ડિઝાઈનર ‘ફાલ્ગુની શેન પીકોક’ની કાંજીવરમ સાડી પહેરી હતી. કંગનાએ ગયા વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે