મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા છે. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકશાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. વેપારીએ સ્યુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો છે.
ડીવાયએસપી અને તેમનો ભાઈ ત્રાસ આપતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. વેપારી ભરત પટેલને બીટકોઈન ટ્રેડિંગમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ભરત પટેલે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલની સાથે તેમના ભાઈ હર્નિશ સવાણીના નામ લખીને બંને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગઈ કાલે ડીવાયએસપી અને તેના ભાઈ ભરત પટેલને મળવા ઘરે આવ્યા હતા. જેના બાદ રાત્રે ભરત પટેલે ગળે ફાંસો ખાધો હતો.
ખુશખુશાલ કરી દેશે અમરેલીની કેરીની વાડીઓમાંથી મળેલા આ ન્યૂઝ
ડીવાયએસપીએ આરોપો નકાર્યા
તો ટેલિફોનિક વાતચીતમાં ડીવાયએસપી ચિરાગ સવાણીએ પોતાના પરના આરોપ નકારી કાઢ્યાં છે. જ્યારે બીજીતરફ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખનીય છે તે હરનીશ સવાણી ઉર્ફે મોન્ટુ સવાણી પોતાનો ભાઈ હોવાનો સ્વીકાર કર્યો છે.
જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે
પરિવારે મૃતેદહ સ્વીકારવાની ના પાડી
તો બીજી તરફ, ભરત પટેલના પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો ઈન્કાર કર્યો. તેઓએ કહ્યું કે, તમામ મીડિયા અને જવાબદાર અધિકારી સામે જ મોબાઈલ અને લેપટોપ આપીશું. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. ભરત પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે