Home> Entertainment
Advertisement
Prev
Next

Kareena Kapoor Khan બીજીવાર બની માતા, તૈમૂરને મળ્યો નાનો ભાઈ

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે પળ આવી ગઈ. કરીના કપૂર ખાન (Kareena Kapoor)  અને સૈફ અલી ખાન ફરીથી માતા પિતા બન્યા છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તૈમૂર અલી ખાન બાદ બીજા બાળકના પિતા બન્યા છે. તૈમૂર હવે મોટો ભાઈ બની ગયો છે. પરિવારના તમામ લોકો આ ખબર બાદ ખુબ એક્સાઈટેડ છે. કરીના કપૂર અને બાળક બંને સ્વસ્થ છે. 

Kareena Kapoor Khan બીજીવાર બની માતા, તૈમૂરને મળ્યો નાનો ભાઈ

નવી દિલ્હી: જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે પળ આવી ગઈ. કરીના કપૂર ખાન (Kareena Kapoor)  અને સૈફ અલી ખાન ફરીથી માતા પિતા બન્યા છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તૈમૂર અલી ખાન બાદ બીજા બાળકના પિતા બન્યા છે. તૈમૂર હવે મોટો ભાઈ બની ગયો છે. પરિવારના તમામ લોકો આ ખબર બાદ ખુબ એક્સાઈટેડ છે. કરીના કપૂર અને બાળક બંને સ્વસ્થ છે. 

fallbacks

કરીના કપૂરની પિતરાઈ બહેન રિદ્ધિમા કપૂર સહાનીએ જાણકારી આપી  કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ત્યાં પુત્ર જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર કરીના કપૂર અને સૈફ અલી ખાનને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. 

15 ફેબ્રુઆરી અપાઈ હતી ડિલિવરી ડેટ
અત્રે જણાવવાનું કે કરીના કપૂરની ડિલિવરી ડેટ 15 ફેબ્રુઆરી જણાવવામાં આવી હતી. જો કે તે દિવસે ડિલિવરી થઈ નહી. સૈફ અને રણધીર ઉપરાંત કરીનાની નણંદ સબાએ પણ એ વાતની હિંટ આપી હતી કે કરીનાની ડિલિવરી 15 ફેબ્રુઆરીએ થઈ શકે છે. પરંતુ હવે મોડે મોડે પણ શુભ સમાચાર આવી ગયા. 

કરીનાની ડિલિવરી પહેલા જ સૈફ અલી ખાને પોતાના તમામ કામ પૂરા કરી નાખ્યા હતાં જેથી કરીને તે પોતાની પેટર્નિટી લીવ ભરપૂર એન્જોય કરી શકે. કરીના કપૂરે પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન તમામ કામ પતાવ્યા જેથી કરીને મધરહૂડને રિલેક્સ થઈને માણી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More