Home> Entertainment
Advertisement
Prev
Next

24 વર્ષ પછી Aamir Khan સાથેના કિસિંગ સીન વિશે Karisma Kapoorનો મોટો ખુલાસો ! કહ્યું કે...

અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી કરિશ્મા કપૂર (Karisma Kapoor) જલ્દી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. તે બહુ જલ્દી ઝી5 (Zee5) પર રિલીઝ થનારી વેબસિરીઝ મેન્ટલહુડ (Mentalhood)માં લીડ રોલમાં જોવા મળશે.

24 વર્ષ પછી Aamir Khan સાથેના કિસિંગ સીન વિશે Karisma Kapoorનો મોટો ખુલાસો ! કહ્યું કે...

નવી દિલ્હી : અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી કરિશ્મા કપૂર (Karisma Kapoor) જલ્દી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. તે બહુ જલ્દી ઝી5 (Zee5) પર રિલીઝ થનારી વેબસિરીઝ મેન્ટલહુડ (Mentalhood)માં લીડ રોલમાં જોવા મળશે. પોતાના ડિજિટલ ડેબ્યુ પહેલાં કરિશ્માએ મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. હાલમાં પોતાના એક ઇન્ટરવ્યૂમાં કરિશ્માએ તેની 24 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની (Raja Hindustani)ના આમિર ખાન સાથેના ચર્ચાસ્પદ કિસિંગ સીનનું રહસ્ય જણાવ્યું છે. 

fallbacks

Bold Photoની સાથે ભાઈને બર્થડે વિશ કરી ટ્રોલ થઈ સારા અલી ખાન, જુઓ તસવીરો

fallbacks

હાલમાં વેબસાઇટ બોલિવૂડલાઇફ ડોટ કોમમાં પબ્લિશ થયેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે કરિશ્મા કપૂરે (Karisma Kapoor) માહિતી આપી છે કે ફિલ્મ રાજા હિન્દુસ્તાની સાથે તેની અનેક સારી યાદગીરી સંકળાયેલી છે પણ બહુ ઓછા લોકોને આ કિસિંગ સીનના શૂટિંગ વખતની હકીકત ખબર છે. કરિશ્માએ માહિતી આપી હતી કે આ કિસિંગ સીન કરતી વખતે તે રીતસર ધ્રુજી રહી હતી અને આ સીન ક્યારે પુરો થાય એની રાહ જોઈ રહી હતી. કરિશ્માએ જણાવ્યું હતું કે આ સીનના શૂટિંગ વખતે ઉટી ખાતે ફેબ્રુઆરી મહિનામાં ભારે ઠંડી હતી અને આ સીન સાંજે 6 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો. આ સમયે એટલી બધી ઠંડી હતી કે બધાના જાણે જામી ગયા હતા. 

આલિયા ભટ્ટના ફોનના વોલપેપરે ભાંડો ફોડ્યો, PHOTO થયો વાઈરલ

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 90ના દાયકાની બેહદ ખૂબસુરત, ટેલેન્ટેડ અને બોલ્ડ એક્ટ્રેસ હતી અને ઇન્ડસ્ટ્રીમાં તેની બોલબાલા હતા. કરિશ્માની ફિલ્મો તેના ચાહકોને બહુ પસંદ હતી. 1996માં આમિર ખાન સાથે આવેલી તેની ફિલ્મ રાજા હિન્દુસ્તાની બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મને ધર્મેશ દર્શને ડિરેક્ટ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More