Home> Sports
Advertisement
Prev
Next

'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે

'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેમણે તેમાં કેપ્શનમાં લખ્યું, ''દરેક સાડી ઘણું બધુ કહે છે અને તમારા કરતાં પણ વધુ. આ તમને ક્યારેય ફીટ થવા માટે કહેતી નથી. ચાલો આ વુમન ડે (International Women's Day) એક અનમોલ વસ્તુની શરૂઆત કરે છે. આ વુમેન ડે પોતાની શરતો પર જીવવાનું શરૂ કરે છે. 

fallbacks

મિતાલી રાજના આ વીડિયોના યૂઝર્સે સોશિયલ પણ ખૂબ વખાણ કર્યા છે. લોકો મિતાલી રાજના આ પગલાંની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કોઇએ તેમને સુંદર કહ્યું તો  કોઇ ફેને તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવામાં આવે છે. મિતાલીએ ગત વર્ષે જ ટી-20 ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તેમણે 89 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2364 રન બનાવ્યા છે, જેમાં 17 અર્ધશતક સામેલ છે. આ ઉપરાંત મિતાલી રાજે 209 વનડે મેચોમાં 6888 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમને 7 સદી અને 53 અર્ધસદી ફટકારી છે. મિતાલી રાજે ફક્ત 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 663 રન પોતાના નામે કર્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More