નવી દિલ્હી: ગ્રેમીથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા કેટી પેરી (Katy Perry) હાલમાં ભારતમાં છે. કેટી પેરીના સ્વાગત માટે બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ સહિત અનેક બોલીવુડ સેલેબ્સ જોડાયા હતા. પાર્ટી બાદ કેટીએ પણ કરણનો આભાર માનતો એક ખાસ ફોટો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે.
કેટીએ આ ફોટા સાથે કેપ્શન લખી છે કે, ગર્મજોશી સાથે સ્વાગત કરવા બદલ ધન્યવાદ, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર અને મીરા રાજપૂત, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી, અનન્યા પાંડે, અર્જુન કપૂર સહિત બોલીવુડ દિગ્ગજ અભિનેતા, અભિનેત્રીઓ હાજર રહી હતી. કેટીએ મુંબઇમાં વન પ્લસ મ્યુઝિક ફેસ્ટિવલમાં પોતાની એક કોન્સર્ટ માટે આવી છે.
તમને જણાવીએ કે 9 વર્ષ બાદ કેટી પેરી ભારત આવી છે. જેના સ્વાગત માટે કરણ જોહરે પોતાના ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડના જાણીતા ચહેરા હાજર રહ્યા હતા. કરણ જોહરની આ પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સે પોતાનો જલવો બતાવ્યો હતો. આ પાર્ટીની અનેક તસ્વીરો સોશિયલ મીડિયામાં છવાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે