Home> India
Advertisement
Prev
Next

બીકાનેર: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 11 લોકોના ઘટનાસ્થળે મોત, 25ને ઇજા

જિલ્લાના ઝંઝેઉ ગાવ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો છે, અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25 લોકોને ઇજા પહોંચી છે. 

બીકાનેર: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 11 લોકોના ઘટનાસ્થળે મોત, 25ને ઇજા

ત્રિભુવન રંગા, બીકાનેર: જિલ્લાના ઝંઝેઉ ગાવ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો છે, અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25 લોકોને ઇજા પહોંચી છે. 

fallbacks

રાજસ્થાનના શ્રીડૂંગરપુર વિસ્તારની પાસે સોમવારે સવારે લગભગ 7:30 વાગે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટકકર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો. થોડીવારમાં બંનેમાં આગ લાગી ગઇ હતી. તેથી બસના મુસાફરો દાઝી ગયા હતા. 

ઝંઝેઉ ગામ નજીક આ દર્દનાક અકસ્માત બાદ ત્યાં ચીસોનો અવાઝ સંભળાવવા લાગ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સૂચના મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી  ગઇ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અકસ્માતનું હજું સામે આવ્યું નથી. ઓવરટેક કરતાં અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More