Kavita Kaushik: ટીવીના પ્રખ્યાત કોમેડી શો FIR થી ચંદ્રમુખી ચૌટાલા એટલે કે અભિનેત્રી કવિતા કૌશિક ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. કવિતા કૌશિકની લોકપ્રિયતા આ શોથી વધી છે. જો કે હવે અભિનેત્રી તેના કામની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તે પોતાના અંગત જીવનની ઝલક ફોટો અને વીડિયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ પણ વાંચો:
તારક મેહતા શોમાં દયાભાભીની એન્ટ્રી થશે કે નહીં ? અસિત મોદીએ કર્યો સૌથી મોટો ખુલાસો
વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ
આવો જ એક વીડિયો જે કવિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે તેના કારણે તે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને ત્યારનો આ વીડિયો તેણે શેર કર્યો છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કવિતા કૌશિક તેના પતિ સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. કવિતાએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં આ કપલ બીચ પર જોવા મળી રહ્યું છે.
તસવીરો સાથે કવિતાએ તેના પતિને કિસ કરતો વીડિયો પણ શેર કરી દીધો છે. આ વીડિયોમાં કવિતા કૌશિક બિકીનીમાં જોવા મળે છે. તે પોતાના પતિ રોનિતને કિસ કરતી જોવા મળે છે. તેણે શેર કરેલી તેની બોલ્ડ તસવીરો અને આ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસની આ બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કોમેન્ટ દ્વારા કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે