ગુજરાતના બનાસકાંઠામાં ગત વર્ષ ઓગસ્ટ મહિનામાં ઉલ્કાપિંડ પડ્યો હતો. આ પ્રકારની ખગોળીય ઘટના લગભગ 17 વર્ષ પછી જોવા મળી. આ પહેલા આ પ્રકારની ખગોળીય ઘટના 1852માં જોવા મળી હતી. આ ખુલાસો ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ પીર રિવ્યૂડ જર્નલમાં પ્રકાશિત પેપરમાં થયો છે. આ પેપર ગયા મહિને જ પબ્લિશ થયું છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના સ્પેશન વિભાગમાં તૈનાત વૈજ્ઞાનિકોએ આ ઉલ્કાપિંડ વિશે વિસ્તારથી લખ્યું છે.
આ વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચના આધારે કહ્યું છે કે આ ઉલ્કાપિંડ એન્સ્ટાઈક નામના ખનિજતત્વથી ભરપૂર હતું. સામાન્ય રીતેઆ પ્રકારના ગુણો વાળું ખનિજ તત્વ બુધ ગ્રહની સપાટી પર મળી આવે છે. આ પેપર મુજબ ભારતીય ઉપમહાદ્વીપમાં આ પ્રકારનો ઉલ્કાપિંડ પડવાનો મામલો 1852માં જોવા મળ્યો હતો. તે સમયે ઉલ્કાપિંડ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પડ્યો હતો. રિસર્ચપેપરમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના ઉલ્કાપિંડ ખુબ દુર્લભ હોય છે. સામાન્ય રીતે આ એવા ઉલ્કાપિંડ હોય છે જે સૂર્યમંડળના કોઈ પણ મોટા ઉલ્કાપિંડથી તૂટીને અલગ થઈ જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ નાના ઉલ્કાપિંડ ખુબ ચમકીલા હોય છે. તેમાં ઓક્સીજન કા તો હોતો નથી અથવા તો ખુબ ઓછો હોય છે.
એક્ઝોટિક મિનરલથી ભરેલા હોય છે ઉલ્કા
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ગુજરાતના બનાસકાઠામાં પડેલા ઉલ્કાપિંડમાં અનેક પ્રકારના એક્ઝોટિક મિનરલ હતા. આ પ્રકારના મિનરલ પૃથ્વી પરથી મળવા અશક્ય છે. આ પ્રકારના ગુણોવાળા મિનરલ સામાન્ય રીતે બુધ ગ્રહની સપાટી પરથી મળે છે. કે પછી બુધ ગ્રહથીઅલગ થયેલા કોઈ ઉલ્કાપિંડમાંથી મળી શકે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે આ ઘટનાથી ભવિષ્યમાં થનારી ખગોળીય ઘટનાઓને જોવા અને સમજવામાં ખુબ મદદ મળશે.
આ 5 રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે આજની એકાદશી, મળશે મોટી સફળતા
રેલવે ટ્રેક પર પથ્થરો કેમ નાખવામાં આવે છે ? જાણો તેની પાછળનું સાચું કારણ
ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ કેમ, 2022 માં આટલા લોકો ભારત છોડીને અન્ય દેશોમાં વસ્યા
બનાસકાંઠાના રંટિલા ગામના રહીશોએ તે વખતે ઉલ્કાપિંડ પડવાની સૂચના આપી હતી. તેમાંથી એક જણે કહ્યું હતું કે નજીકથી પસાર થઈ રહેલા જેટ વિમાન જેવો અવાજ સાંભળ્યો હતો. ઉલ્કાપિંડ લીમડાની એક ડાળ સાથે ટકરાયો અને અનેક ટુકડોમાં વહેંચાઈ ગયો. ગ્રામીણોએ તેના સૌથી મોટા ટુકડા કે જેનું વજન 200 ગ્રામ જેટલું હતું તેવા ટુકડા ભેગા કર્યા. રંટિલાથી લગભગ 10 કિમી દૂર રવેલ ગામ પાસે ઉલ્કાપિંડનો એક ટુકડો પડ્યો અને તેજ અવાજ આવ્યો. ટુકડાએ એક પોર્ચના ફર્શની ટાઈલ્સને નુકસાન પહોંચાડ્યું અને એક નાનો ખાડો બનાવી દીધો. રહીશોએ કહ્યું કે ઉલ્કાપિંડમાં તેજ તીખી ગંધ આવતી હતી.
ઉલ્કાપિંડનો પરિચય
ઉલ્કાપિંડ એ અંતરિક્ષના કાટમાળનો એક નક્કર ટુકડો છે જે પૃથ્વીના વાયુમંડળને પાર કરીને જમીન પર પડે છે. ઉલ્કા (Meteor), ઉલ્કાપિંડ (Meteorite) અને ક્ષુદ્રગ્રહ (Meteoroid) વચ્ચેનું જો અંતર જાણવું હોય તો તેમનો પ્રમુખ કારક તેમનું અંતર અથવા તેમની અવસ્થિતિ છે. ઉલ્કાપિંડ અંતરિક્ષમાં એવી વસ્તુઓ છે જે આકારમાં ધૂળકર્ણોથી લઈને નાના ક્ષુદગ્રહો સુધી હોઈ શકે છે. પરંતુ જો કોઈ મેટોરોઈડ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરીને જમીનથી ટકરાય તો તેને ઉલ્કાપિંડ કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે