Home> Entertainment
Advertisement
Prev
Next

જાન્હવી પછી હવે શ્રીદેવીની નાની દીકરી ખુશીની પણ થશે ફિલ્મોમાં એન્ટ્રી, સાઇન કરી મોટી ફિલ્મ?

બોલિવૂડમાં સ્ટારકિડ્સની એન્ટ્રી થવાનો સિલસિલો ચાલી રહ્યો છે

જાન્હવી પછી હવે શ્રીદેવીની નાની દીકરી ખુશીની પણ થશે ફિલ્મોમાં એન્ટ્રી, સાઇન કરી મોટી ફિલ્મ?

નવી દિલ્હી : બોલિવૂડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો સિલસિલો ચાલી રહ્યો છે. 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હવે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે. ખુશી બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એક્ટિંગ કરતી જોવા મળશે. ખુશી ફિલ્મોમાં જોવા મળશે એ વાતનો ખુલાસો કરણ જોહરે કર્યો છે. 

fallbacks

Trailer : સોનમની નવી ફિલ્મ છે વિવાદોનો મધપુડો, ટ્રેલર જોઈને કહેશો સાચી વાત...

કરણ જોહર બહુ જલ્દી ખુશી કપૂરને લોન્ચ કરવાનો છે. કરણે આ ખુલાસો નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં કર્યો છે. કરણે આ શોમાં એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેનો ઇરાદો 2019માં ખુશી કપૂર અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને લોન્ચ કરવાનો છે. 

fallbacks

જાન્હવી અને ખુશીના પિતા બોની કપૂરે પણ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે ખુશી પણ તેની માતા શ્રીદેવીની જેમ એક સારી એક્ટ્રેસ બનવાનું સપનું જોઈ રહી છે. આશા છે કે કરણ બહુ જલ્દી ખુશીને સાઇન કરવાની તેમજ એ ફિલ્મની વિગતોની જાહેરાત કરશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More