Home> Entertainment
Advertisement
Prev
Next

Trailer : સોનમની નવી ફિલ્મ છે વિવાદોનો મધપુડો, ટ્રેલર જોઈને કહેશો સાચી વાત...

સોનમ કપૂર અને રાજકુમાર રાવની 'એક લડકી કો દેખા તો એસા લગા'નું ટ્રેલર લોન્ચ થયું છે

Trailer : સોનમની નવી ફિલ્મ છે વિવાદોનો મધપુડો, ટ્રેલર જોઈને કહેશો સાચી વાત...

નવી દિલ્હી : બોલિવૂડમાં આજકાલ અલગઅલગ કથાનકવાળી ફિલ્મો બનાવવાનો સારો ટ્રેન્ડ શરૂ થયો છે. આવું જ ફ્રેશ કથાનક લઈને આવી રહી છે સોનમ કપૂર અને રાજકુમાર રાવની 'એક લડકી કો દેખા તો એસા લગા'. આ ફિલ્મ 2019ની શરૂઆતમાં આવી રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે આ એક લવસ્ટોરી છે પણ હકીકતમાં એમાં મોટો વળાંક છે. હકીકતમાં સોનમ આ ફિલ્મમાં એવી છોકરીનો રોલ કરી રહી છે જે બાળપણમાં લગ્ન કરવાનું સપનું જુએ છે. તેનો પરિવાર જ્યારે તેના લગ્નની તૈયારી કરે છે ત્યારે તે બિલકુલ ખુશ નથી હોતી જેની પાછળ મોટું કારણ છે. 

fallbacks

જો તમે આ ફિલ્મના ટ્રેલરને ધ્યાનથી જોશો તો તમને ટ્વિસ્ટ વિશે ખબર પડશે. હકીકતમાં આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર બનાવવામાં આવી છે. સોનમ આ ફિલ્મમાં રાજકુમાર રાવ કે પછી બીજા કોઈ હિરોને નહીં પણ એક છોકરીને પ્રેમ કરતી હોય છે. સોનમની આ પાર્ટનર વિશે ટ્રેલરમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ રાજકુમાર ઓફબીટ અંદાજમાં સારો લાગી રહ્યો છે. 

લગ્ન પછી દીપિકા કરી રહી છે ભલભલી હિરોઇનોની નિંદર ઉડી જાય એવું કામ

આ ફિલ્મ ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાની બહેન શૈલી ચોપડા ધર ડિરેક્ટ કરી રહી છે. ડિરેક્ટર તરીકેની તેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને જુહી ચાવલા 9 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળશે. સોનમ કપૂર અને રાજકુમાર રાવની 'એક લડકી કો દેખા તો એસા લગા' 1 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More