Govinda Sunita divorce Rumours: 37 વર્ષના લગ્ન જીવન પછી ગોવિંદા અને સુનિતા આહુજા અલગ થઈ રહ્યા છે તે વાત સામે આવતા ખડભળાટ મચી ગયો છે. ગોવિંદા બોલીવુડમાં હિરો નંબર વન તરીકે પ્રખ્યાત છે અને વર્ષો સુધી તેણે ફિલ્મી પડદે રાજ કર્યું છે. જોકે ગોવિંદાનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાની ફેમિલી લાઈફ ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા જ ગોવિંદા પોતાની પત્ની સાથે અલગ અલગ રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો હતો. ગોવિંદા અને સુનિતા આહુજા એકબીજા સાથે ખુશ હોય તેવું દેખાતું હતું પરંતુ અચાનક જ એવી ખબર સામે આવી કે ગોવિંદા અને સુનિતા આહુજા ડિવોર્સ લઈ રહ્યા છે. આ ખબરમાં કેટલું સત્ય છે તે વાત ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેક અને આરતી સિંહે જણાવ્યું છે.
આ પણ વાંચો: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
ગોવિંદા અને સુનિતા આહુજાના ડિવોર્સ અંગે એક મુલાકાત દરમિયાન કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે, આવું શક્ય જ નથી. જ્યારે આરતી સિંહે પણ એવું કહ્યું હતું કે તે હાલ મુંબઈમાં નથી તેથી કોઈ સાથે તેનો સંપર્ક થયો નથી પરંતુ તેને એ વાતનો વિશ્વાસ છે કે આ એક અફવા છે તેમનું લગ્નજીવન ખૂબ જ મજબૂત છે અને વર્ષોથી તેઓ એકબીજાની સાથે પ્રેમથી રહે છે તેઓ ક્યારેય ડિવોર્સ લઈ શકે નહીં. આ વાત ખોટી છે અને અફવા છે. આરતી સિંહે એવું પણ કહ્યું કે લોકોએ આ પ્રકારની અફવાઓ ફેલાવાથી બચવું જોઈએ.
આ પણ વાંચો: હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
ગોવિંદા અને સુનિતા આહુજાના ડિવોર્સ અંગે જ્યારે કાશ્મીરા શાહને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે, આ વાત સાંભળીને પણ તેને આશ્ચર્ય થાય છે. તે ગોવિંદાના પરિવાર વિશે વધારે નથી જાણતી પરંતુ તેને એક વાતની ખબર છે કે આ એક ખૂબ જ ખરાબ અફવા છે. કૃષ્ણા અભિષેકે પણ આ વાતને નકારી કાઢી હતી.
આ પણ વાંચો: 15 વર્ષે જ પરણી જવાની હતી એકતા, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે દીકરીએ માંડી વાળ્યા લગ્ન
મહત્વનું છે કે ગોવિંદાનો પરિવાર તો આ વાતને અફવા ગણાવે છે. ગોવિંદા અને સુનિતા આહુજા એ માર્ચ 1987 માં લગ્ન કર્યા હતા. આ કપલ 37 વર્ષથી એકબીજાની સાથે છે. પરંતુ અચાનક જ તેમના ડિવોર્સની ચર્ચાઓ થવા લાગી છે. આ વાત ત્યારે ચર્ચામાં આવી જ્યારે કપલના એક નજીક વ્યક્તિએ એવો ખુલાસો કર્યો કે સુનિતા આહુજા ગોવિંદા સાથેના પોતાના લગ્ન ખતમ કરવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે