Home> Sports
Advertisement
Prev
Next

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓને જીવનું જોખમ...સુરક્ષામાં ફરી મોટી ચૂક, શું કરી રહ્યું છે પાકિસ્તાન ?

Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષામાં ખામીનો એક નવો મામલો સામે આવ્યો છે, એક દિવસ પહેલા ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. પાકિસ્તાની જવાનોએ ટીમોની સુરક્ષા ફરજ પર જવાની ના પાડી દીધી હતી. તેથી 100થી વધુ જવાનોને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓને જીવનું જોખમ...સુરક્ષામાં ફરી મોટી ચૂક, શું કરી રહ્યું છે પાકિસ્તાન ?

Champions Trophy : ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન નથી ગઈ અને આ નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે. કારણ કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે પાકિસ્તાન પહોંચેલી ટીમોની સુરક્ષા જોખમમાં છે. એક દિવસ પહેલા ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. 

fallbacks

IPL 2025 : આ ખતરનાક ખેલાડી બનશે KKRનો કેપ્ટન! બોલ અને બેટથી મચાવે છે તબાહી

29 વર્ષ બાદ આ વખતે પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી છે. ત્યારે ટૂર્નામેન્ટની યજમાની પર સુરક્ષાને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ખરાબ સુરક્ષાને લઈને પાકિસ્તાનથી વધુ એક મામલો સામે આવ્યો છે. જ્યાં સુરક્ષામાં ક્ષતિઓને કારણે કેટલાક જવાનોને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની પંજાબ પોલીસના 100થી વધુ જવાનોને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન સોંપવામાં આવેલી સુરક્ષા ફરજ નિભાવવાનો ઇનકાર કરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં તૂટશે ગાંગુલીનો મહાન રેકોર્ડ! વિરાટ કોહલી માત્ર 4 ડગલાં દૂર

પાકિસ્તાનની પંજાબ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અનેક પ્રસંગોએ ફરજ પર ગેરહાજર જોવા મળેલા 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકોએ તેમની સોંપાયેલ ફરજો નિભાવવાનો ઇનકાર કર્યો હતો.

કડક કાર્યવાહીના આદેશ

અધિકારીએ જણાવ્યું કે IGP પંજાબ ઉસ્માન અનવરે આ મામલાની નોંધ લીધી છે અને સંબંધિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સુરક્ષાની વાત આવે ત્યારે બેદરકારીનો કોઈ અવકાશ નથી. જો કે, બરતરફ કરાયેલા પોલીસકર્મીઓએ તેમની સત્તાવાર ફરજો બજાવવાનો ઇનકાર કેમ કર્યો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, ઘણા સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે બરતરફ કરાયેલા પોલીસકર્મીઓ લાંબા સમય સુધી ફરજ બજાવવાના કારણે વધુ બોજ અનુભવતા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More