Home> Entertainment
Advertisement
Prev
Next

'હમ આપકે હૈં કોન...!'માંથી કોણે કરી સૌથી વધારે કમાણી? માધુરીએ જાહેર કરી દીધું સિક્રેટ

માધુરીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી છે

'હમ આપકે હૈં કોન...!'માંથી કોણે કરી સૌથી વધારે કમાણી? માધુરીએ જાહેર કરી દીધું સિક્રેટ

મુંબઈ : બોલિવૂડની તમામ અભિનેત્રીઓમાં એક્સપર્ટ ડાન્સર ગણાતી માધુરી દીક્ષિત ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની આગામી ફિલ્મ કલંકમાં ડાન્સ ટીચરનો રોલ કરી રહી છે અને એ આલિયા ભટ્ટ તથા કિયારા અડવાણીને ડાન્સ શીખવતી પરદા પર નજરે પડશે એેવી માહિતી મળી હતી. અભિષેક વર્મન નિર્દેશિત આ ફિલ્મમાં પચીસેક વર્ષના ગાળા બાદ માધુરી દીક્ષિત અને એનો એક સમયનો બોયફ્રેન્ડ સિનિયર અભિનેતા સંજય દત્ત પહેલીવાર સાથે ચમકી રહ્યાં છે. હાલમાં માધુરી ફરી બોલિવૂડમાં ચમકી રહી છે ત્યારે હાલમાં તેણે પોતાની જૂની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન..!’ સાથે સંકળાએલી રસપ્રદ વાતો શેયર કરી છે.

fallbacks

રેલ મંત્રીનું અલ્ટિમેટમ ! રેલવે અધિકારીનું અટકી જશે પ્રમોશન જો...

બોલિવૂડમાં હંમેશાં એવું સાંભળવા મળે છે કે હિરોઇનોને હીરો કરતાં ઓછી ફી આપવામાં આવે છે, પરંતુ ‘હમ આપકે હૈં કૌન..!’ દરમ્યાન સલમાન ખાન કરતાં માધુરી દીક્ષિતને વધુ ફી ચૂકવવામાં આવી હતી. અનુપમ  ખેરે ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી હતી. આ મામલે જ્યારે માધુરીને સવાલ કરવામાં આ્વ્યો ત્યારે માધુરીએ મોટું રહસ્ય જણાવતા કહ્યું છે કે "જ્યારે અમે ફિલ્મ સાઇન કરીએ છીએ ત્યારે હીરો કેટલી ફી લે છે એવો સવાલ નથી કરતા. હું તો મારી પ્રાઇઝ પોતે જ નક્કી કરું છું અને એ માટે કોઈ સાથે તુલના નથી કરતી. મને ફિલ્મ સાઇન કરતી વખતે ખબર નહોતી કે ફિલ્મ માટે કોને કેટલી ફી આપવામાં આવી છે."

'હમ આપકે હૈં કોન...!'ની કમાણી વિશે વાત કરતા માધુરીએ કહ્યું છે કે એ ફિલ્મ માટે કોને કેટલી ફી મળી છે એના કરતા મહત્વનું એ છે કે સૌથી વધારે પૈસા રાજશ્રીએ બનાવ્યા છે. આ બહુ સારી ફિલ્મ હતી અને હજી દર રવિવારે કોઈને કોઈ ચેનલ પર જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More