Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભે આજે શેયર કરી આ તસવીર, કારણ છે સૌથી ખાસ

અમિતાભ અને જયા માટે આજનો દિવસ ખાસ છે

અમિતાભે આજે શેયર કરી આ તસવીર, કારણ છે સૌથી ખાસ

મુંબઈ : બોલિવુડના સુપર કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નજીવનના આજે 45 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. અમિતાભ અને જયાના લગ્નજીવનના 45 વર્ષ પૂર્ણ થતા ફેન્સ દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. અમિતાભે પણ પોતાના ફેન્સનો આભાર માન્યો હતો અને પોતાની જુની તસવીર શેયર કરી છે. વેડિંગ એનિવર્સરી પર અમિતાભ બચ્ચને જયા સાથેની પોતાની એક જૂની તસવીર શેર કરી હતી. જેમાં અમિતાભ જયાને ફૂલ આપતા જોવા મળી રહ્યાં છે. બિગ બીએ ફોટો શેર કરતા જ ફેન્સ તરફથી શુભેચ્છા પાઠવતા મેસેજો આવવા લાગ્યા હતા. જેની પર બિગ બીએ લખ્યું કે,‘વહાલ અને માન એ બધા માટે જેમણે મને અને જયાને વેડિંગ એનિવર્સરી પર વિશ કર્યું છે..આભાર.’ 

fallbacks

જોકે ચોંકાવનારી વાત તો એ છે આજનો દિવસ સેલિબ્રેટ કરવા માટે જયા બચ્ચન આજે અમિતાભની સાથે નથી. 

અમિતાભ બચ્ચન હવે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર‍'માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. 

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલ તેઓ પોતાની સેલ્ફીને કારણે ચર્ચામાં છે. સેલ્ફીમાં અમિતાભ સાથે ‘બ્રહ્માસ્ત્ર’ની ટીમ જોવા મળી રહી છે. અમિતાભ હાલ આ સમયે બે મોટી બજેટની ફિલ્મમાં વ્યસ્ત છે. એકબાજુ તેઓ આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં જોવા મળશે તો બીજી તરફ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More