Home> Entertainment
Advertisement
Prev
Next

Satish Kaul Death: અભિનેતા સતીષ કૌલનું કોરોનાથી નિધન, મહાભારતમાં ભજવી હતી ઈન્દ્રની ભૂમિકાઓ

Satish Kaul Death: અભિનેતા સતીષ કૌલના નિધન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સતીશે આશરે 300 જેટલી ફિલ્મો કરી હતી.

Satish Kaul Death: અભિનેતા સતીષ કૌલનું કોરોનાથી નિધન, મહાભારતમાં ભજવી હતી ઈન્દ્રની ભૂમિકાઓ

મુંબઈઃ બીઆર ચોપડાની ખુબ લોકપ્રિય ટીવી સિરીયલ 'મહાભારત' (mahabharat) માં ઇન્દ્ર ભગવાનની ભૂમિકા ભજવનાર હિન્દી-પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા સતીષ કૌલ (satish kaul) નું કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. એક સપ્તાહ પહેલા કોરોનાથી સંક્રમિત થતા તેમને લુધિયાણાની શ્રી રામા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 72 વર્ષના હતા. 

fallbacks

અભિનેતા સતીષ કૌલના નિધન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સતીશે આશરે 300 જેટલી ફિલ્મો કરી હતી. તેમણે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, દેવ આનંદ તથા દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું.

આ પણ વાંચોઃ અભિષેક બચ્ચનને ભૂખ લાગતા મોડી રાત્રે ખોલાવ્યું અમદાવાદનું આ રેસ્ટોરન્ટ, અને પછી કહ્યું...

કાશ્મીરમાં જન્મેલા સતીષ કૌલની ઉંમર 72 વર્ષ હતી. પાછલી જિંદગીમાં તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. મહત્વનું છે કે સતીષે એક્ટિંગ સ્કૂલ લુધિયાણામાં શરૂ કરી જેમાં ખુબ નુકસાન થતા તેને બંધ કરવી પડી હતી. તેમનું પારિવારિક જીવન પણ ખાસ નહતું. સતીષને પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા અને તે પોતાના બાળકોની સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. 

સતીશની મોટી હિટ ફિલ્મો
હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા સતીષે પ્યાર તો હોના હી થા (1998), આંટી નં 1 (1998), ઝંજીર (1998), યારાના (1995), એલાન (1994), ઇલ્જામ (1986), શિવા કા ઇંસાફ (1985), અને કસમ જેવી ફિલ્મોમાં દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું. પંજાબી ફિલ્મોની વાત કરીએ તો સતીશે આઝાદી, શેરા દે પુત્ત શેર, મૌલા જટ્ટ, ગુડ્ડો, પટોલા અને પીંજા પ્યાર દીયા જેવી ફિલમોમાં કામ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More