Home> Gujarat
Advertisement
Prev
Next

ચૂંટણી મોકુફ: Gandhinagar મહાનગર પાલિકામાં સત્તાનો સ્વાદ ચાખવા તલપાપડ ઉમેદવારોએ રાહ જોવી પડશે

ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે. જેના કારણે પાંચ મહાનગરોમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિપરિત બની છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માંગ કરી રહ્યું હતું. કેટલીક અરજીઓ પણ હાઇકોર્ટમાં આ અંગેની થઇ હતી. હાલ ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. 

ચૂંટણી મોકુફ: Gandhinagar મહાનગર પાલિકામાં સત્તાનો સ્વાદ ચાખવા તલપાપડ ઉમેદવારોએ રાહ જોવી પડશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે. જેના કારણે પાંચ મહાનગરોમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિપરિત બની છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માંગ કરી રહ્યું હતું. કેટલીક અરજીઓ પણ હાઇકોર્ટમાં આ અંગેની થઇ હતી. હાલ ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. 

fallbacks

સરકારી આંકડા અને સ્થળ પર ખુબ જ મોટો તફાવત, આ નાના જિલ્લાના આંકડા સાંભળી આંખો ફાટી જશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી હતી. કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી. 

.બેશરમીની હદ! ખુલ્લામાં ફરી રહ્યા છે કોરોના દર્દીઓ, પોલીસે ડંડા સેનિટાઇઝ કરીને ધોલાઇ કરી નાખી

મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજમાં રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લોકડાઉન, રોજનું 5 કરોડનું નુકસાન

રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ચૂંટણી કમિશનને કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ZEE 24 Kalak દ્વારા આ અંગે એક અભિયાન પણ ચલાવાયું હતું. જે હવે રંગ લાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More