Mika Singh on Udit Narayan Kissing Controversy: 69 વર્ષીય ઉદિત નારાયણનો જ્યારથી કિસિંગ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી કોઈને કોઈ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે તેમની ઉંમરને લઈને કહ્યું હતું કે, આ ઉંમરમાં આવું તો થતું હોય છે. જ્યારે, હવે સિંગર મીકા સિંહે ઉદિત નારાયણની કિસિંગ કોન્ટ્રોવર્સી પર તેમને પોતાનો વિદ્યાર્થી પણ કહી દીધો. મીકાનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
બધા કરે છે મને ફોલો
મીકા સિંહે પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કોન્ટ્રોવર્સી કિંગ કહેવા પર પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, મોટા સેલિબ્રિટી સાથે વિવાદો આપોઆપ જોડાઈ જાય છે. આ પછી મિકાએ દિગ્ગજ સ્ટાર્સ સાથે પોતાની સરખામણી કરતા કહ્યું કે, 'અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન તેને ક્લોઝલી ફોલો કરે છે. કારણ કે સિંગર તો ઘણા બધા છે, પરંતુ મીકા સિંહ માત્ર એક જ છે.'
15 વર્ષની મહેનત અને 10 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ! આ ફોર્મ્યુલા બનાવશે કરોડપતિ!
તે તો મારો વિદ્યાર્થી છે
આ પછી ઉદિત નારાયણના કિસિંગ વીડિયો પર વાત કરતા મીકાએ કહ્યું કે, 'જુમ્મા ચુમ્મા, મારો એક વિદ્યાર્થી આવ્યો છે. તેનું નામ છે ઉદિત નારાયણ. ક્યાંક ને ક્યાંક તેમના મનમાં મારો જૂની કન્ટ્રોવર્સી રહી હશે. હું તો ત્યારે બાળક હતો… પરંતુ હવે એક વિદ્યાર્થી આવ્યો છે – ઉદિત નારાયણ સર. હોય શકે છે કે મનમાં તેમના મારાવાળો જૂનો વિવાદ હોય. આ પછી મિકાએ કહ્યું કે, ઉદિત જી, આઈ લવ યૂ. આ પછી મિકાએ કહ્યું કે, દરેક ખાસ કરીને દરેક સિંગર મીકા બનવા માંગે છે.'
સેમીફાઈનલ પહેલા ભારત સારા સમાચાર,ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક બેટ્સમેન ઈજાને કારણે બહાર!
હું પણ કરીને બતાવું છું..
મિકાએ આ મામલા પર વાત કરતા વધુમાં કહ્યું કે, 'તેણે આવું કર્યું છે તો હું પણ કંઈક કરીને બતાવું છું. તેથી દરેક વ્યક્તિને સિંગરને મીકા જ બનવું છે. જો હું ફાર્મ હાઉસ બનાવું તો તેણે ફાર્મ હાઉસ બનાવવું છે. જો મારું ફાર્મ હાઉસ તળાવ પર છે તો તળાવ પાસે ફાર્મ હાઉસ શોધશે. તો આ લોકોને ક્યાંકને ક્યાંકથી ઈન્સ્પિરેશન મળે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે