Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : શાહિદની પત્ની મીરા બની ગઈ મોડેલ, પહેલી જ એડમાં છવાઈ ગયો જાદૂ

મીરાએ પોસ્ટ કરેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

VIDEO : શાહિદની પત્ની મીરા બની ગઈ મોડેલ, પહેલી જ એડમાં છવાઈ ગયો જાદૂ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પર હંમેશા પાપારાઝીની નજર રહે છે. શાહિદ સાથે લગ્ન કર્યા પછી મીરા સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર મીરાના 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા હતી કે મીરા પણ એક્ટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહીછે. હવે ખુદ મીરા રાજપૂતે પોતાના વિશે ફેલાઈ રહેલી અફવા પર બ્રેક લગાવીને ટીવી કમર્શિયલ એડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. 

fallbacks

હકીકતમાં મીરાએ પહેલીવાર સ્કિનકેર બ્રાન્ડ ઓલે માટે મોડલિંગ કર્યું છે. મીરા દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરાયા પછી અનેક લોકો એની કમેન્ટ કરી રહ્યા છે અને તેને પર્ફેક્ટ મોમ ગણાવી રહ્યા છે. આ વીડિયો શેયર કરતી વખતે મીરાએ લખ્યું છે કે, 'मां होने का मतलब यह नहीं कि आप खुद को भूल जाएं. मैंने ओले स्किन ट्रांसफॉर्मेशन का 28 दिनों का चैलेंज लिया और यह है मेरी दोबारा जन्म की कहानी...'

વીડિયોની વાત કરીએ તો મીરા આમાં બહુ ખૂબસુરત લાગી રહી છે. મીરાની આ એડ પર શાહિદે કમેન્ટ કરી છે અને લખ્યું છે કે, 'Who's This Stunner'? મીરાએ શાહિદ સાથે 7 જુલાઈ, 2015ના દિવસે લગ્ન કર્યા હતા અને પછી 26 ઓગસ્ટ, 2016ના દિવસે દીકરી મિશાને જન્મ આપ્યો હતો અને હવે તે ફરી એક વખત માં બનવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More