Home> Entertainment
Advertisement
Prev
Next

છૂડાછેડાને થયા છે 6 જ મહિના પણ રઘુરામ ફરી ઘોડે ચડવા તૈયાર

એમટીવીના પોપ્યુલર શો ‘રોડીઝ’ના જજ રહી ચૂકેલા રઘુરામે કરી સગાઈ

છૂડાછેડાને થયા છે 6 જ મહિના પણ રઘુરામ ફરી ઘોડે ચડવા તૈયાર

મુંબઈ : એમટીવીના પોપ્યુલર શો ‘રોડીઝ’ના જજ રહી ચૂકેલા રઘુરામે જાન્યુઆરી 2018માં પત્ની સુગંધા ગર્ગ સાથે છૂટાછેડા લીધા હતા. હજી આ ડિવોર્સને છ મહિના જ થયા છે ત્યાં તે ફરી ઘોડે ચડવા તૈયાર થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે રોડીઝ ફેમ રઘુએ કેનેડિયન સિંગર નતાલી ડિ લુસિયો સાથે સગાઈ કરી લીધી છે. ટોરંટોમાં થયેલી આ સગાઈમાં રઘુરામના નજીકના સગાસંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. આ ફંક્શનમાં ટેલિવિઝન એક્ટર કરણવીર પોતાની પત્ની સાથે પહોંચ્યો હતો.

fallbacks

રઘુરામ અને નતાલી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રઘુએ નતાલી સાથે કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા હતા. નતાલીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની લાગણી રજૂ કરી હતી. બંનેના રિલેશનને એક વર્ષ થઈ ગયું છે. 1 વર્ષની રિલેશનશિપની એનિવર્સરી મનાવતા બંનેએ પહેલી વખત ફેન્સને પોતાના સંબંધ વિશેની માહિતી આપી હતી.

નતાલીએ ફિલ્મ ઈંગ્લિશ-વિંગ્લિશ, ચેન્નઈ એક્સપ્રેસ, લેડીઝvsરિકી બહલ જેવી ફિલ્મોમાં ગીત ગાયા છે. નતાલી અને રઘુરામ 2016માં સોન્ગ ”આંખો હી આંખો મેં..’ દરમિયાન નજીક આવ્યા હતા. ત્યારથી તેઓ એક બીજાને પસંદ કરતા હતા. નતાલીના જીવનમાં પ્રેમી તરીકે રઘુરામ પહેલા ટીવી એક્ટર એઝાઝ ખાન હતો. રઘુએ પહેલા લગ્ન સુગંધા ગર્ગ સાથે કર્યા હતા. સુગંધાએ ‘જાને તૂ યા જાને ના’ અને ‘તેરે બિન લાદેન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 10 વર્ષના લગ્ન પછી બંને એકબીજાની સહમતીથી અલગ થઈ ગયા હતા.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More