Home> Entertainment
Advertisement
Prev
Next

અમારી ખોપડી છટકી તો એક પછી એક બ્રહ્મોસ ચાલશે...આ બોલીવુડ અભિનેતાની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

Mithun Chakraborty Warn Bilawal Bhutto:  અભિનેતામાંથી રાજનેતા બનેલા અને ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીએ મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો આવી વાત કરશે અને અમારી ખોપડી છટકી ગઈ તો પછી એક પછી એક બ્રહ્મોસ ચાલશે. 

અમારી ખોપડી છટકી તો એક પછી એક બ્રહ્મોસ ચાલશે...આ બોલીવુડ અભિનેતાની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

ઓપરેશન સિંદૂરમાં ધોબીપછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરતું નથી અને તેના નેતાઓ ભારત વિરુદ્ધ એલફેલ નિવેદનો અને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. પહેલા સેના પ્રમુખ મુનીરે પરમાણુ હુમલાની ધમકી આપી અને હવે બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપી દીધી. ત્યારબાદ ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં ફેરફાર અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની ભારતને અપાયેલી ધમકીની ટીકા કરી છે. 

fallbacks

અમારી ખોપડી છટકી તો...
અભિનેતામાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ મંગળવારે બિલાવલ ભુટ્ટોને ચેતવણી આપતા કહ્યું કે, જો આવી વાત કરતા રહેશો અને અમારી ખોપડી છટકી તો પછી એક પછી એક બ્રહ્મોસ ચાલશે. તેમણે વધુમાં કહ્યું કે અમે એક એવો  બંધ બાંધવાનું વિચાર્યું છે જ્યાં 140 કરોડ લોકો પેશાબ કરશે. ત્યારબાદ અમે બંધ ખોલી દઈશું અને સુનામી આવી જશે. મે પાકિસ્તાનના લોકો વિશે કોઈ ફરિયાદ નથી. હું આ બધુ તેમના (બિલાવલ ભુટ્ટો) માટે કહ્યું છે. 

શું કહ્યું હતું બિલાવલ ભુટ્ટોએ?
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારત જો સિંધુ જળ સંધિને બહાલ નહીં કરે તો તે અમારા ઈતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે. આ સાથે બિલાવલ ભુટ્ટોએ ભારત પર પાકિસ્તાનને પાણીથી વંચિત કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે ભારતની જળનીતિ આક્રમક છે. બિલાવલે પોતાના ભાષણ દરમિયાન એમ પણ કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનના લોકો ભારતનો સામનો કરવાની તાકાત ધરાવે છે. જો આમ થયું તો પાકિસ્તાન તમામ 6 નદીઓને પાછી લઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More