Lifestyle News: ભારતમાં લોકો સવારે ઉઠી ખાલી પેટ ચા પીતા હોય છે. ચામાં ખાંડ, આદુ અને દૂધ નાખવામાં આવે છે અને પછી આ ચા ખાલી પેટ પીવામાં આવે છે. આ ચા સ્વાદમાં ભલે સારી હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. ખાલી પેટ ચા કે કોફી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારૂ નથી. તેનાથી ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. જો તમને ચા પીવાની આદત હોય તો સવારે હર્બલ ટી પીવાની ટેવ પાડો. અમે તમને એક એવી હર્બલ ટી વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમારા પેટને ફાયદો થશે. આ ચા માત્ર 5 રૂપિયામાં બનીને તૈયાર થઈ જશે. જાણો ઘર પર કઈ રીતે હર્બલ ટી બનાવશો.
હર્બલ ટી બનાવવાની રીત
પ્રથમ સ્ટેપ- તમારે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે. પાણીમાં 1 ચમચી વરિયાળી નાખો. હવે તેમાં થોડા તુલસીના પાન મિક્સ કરો. 4-5 લવિંગ નાખી દો. 2 એલચી અને 1 ગોળનો ટુકડો નાખી 10 મિનિટ સુધી પકાવો.
બીજું સ્ટેપ- જ્યારે પાણી ઓછું થઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેને ગાળી લો. બસ તમારી હર્બલ ટી તૈયાર થઈ જશે. આ ચા પીવાથી ગેસ, એસિડિટી, બળતરા, ખાટા ઓડકાર આવવાની સમસ્યા દૂર થઈ જશે. પેટ માટે હર્બલ ચા વરદાન સમાન છે.
આ પણ વાંચોઃ સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો કવરનું ફેબ્રિક કેવું હોવું જોઈએ
ત્રીજું સ્ટેપ- સૌથી મોટી વાત છે કે આ ચા પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરદી-ઉધરસની અસર ઓછી થાય છે. પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે. સવારે ગેસ બનવા જેવી સમસ્યા પણ આ ચા પીવાથી દૂર થાય છે.
તમે ઈચ્છો તો આ મસાલામાં તજનો પણ ઉપયોગ કરી શકો છો. લવિંગની જગયાએ કાળા મરી વાપરી શકાય છે. તો વરિયાળીની જગ્યાએ જીરૂ કે અજમાનો ઉપયોગ કરી શકાય છે. આ ચા વરસાદમાં પાણીથી થતાં સંક્રમણથી પણ બચાવી શકે છે. શરદી-ઉધરસ દૂર કરવા આ ચા અસરકારક માનવામાં આવે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે