Home> Entertainment
Advertisement
Prev
Next

આ અભિનેત્રી Covid-19 પોઝિટિવ હોવા છતાં આખરે ઘરે પાછી કેમ ફરી?

ટેલિવિઝન અભિનેત્રી મોહિના કુમારી (Mohena Kumari) કોરોના પોઝિટિવ (Covid-19 positive) હોવા છતાં હોસ્પિટલથી ઘરે પાછી ફરી છે. મોહિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ વાતની સૂચના આપી અને કહ્યું કે તે અને તેના પરિવારના બાકીના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત છે અને ઘરમાં જ આઈસોલેશનમાં રહે છે. 

આ અભિનેત્રી Covid-19 પોઝિટિવ હોવા છતાં આખરે ઘરે પાછી કેમ ફરી?

નવી દિલ્હી: ટેલિવિઝન અભિનેત્રી મોહિના કુમારી (Mohena Kumari) કોરોના પોઝિટિવ (Covid-19 positive) હોવા છતાં હોસ્પિટલથી ઘરે પાછી ફરી છે. મોહિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ વાતની સૂચના આપી અને કહ્યું કે તે અને તેના પરિવારના બાકીના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત છે અને ઘરમાં જ આઈસોલેશનમાં રહે છે. 

fallbacks

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "હું ઘરે પાછી આવી ગઈ છું પરંતુ હજુ પણ અમે કોવિડ 19 પોઝિટિવ છીએ. અમે સંપૂર્ણ રીતે આઈસોલેશનમાં છીએ. અમને ખબર નથી કે ટેસ્ટ નેગેટિવ આવવામાં કેટલો સમય લાગશે. અમે દસ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં અને કદાચ વાયરસ શરીરમાં તેનાથી પાંચ દિવસ પહેલાથી હતો. આશા છે કે વાયરસ સામેના જંગમાં અમને હજુ થોડો વધુ સમય લાગશે. પરંતુ ત્યાં સુધી અમારે કડક નિયમોનું પાલન કરવું પડશે. જો કે શારીરિક અને માનસિક દ્રષ્ટિકોણથી અમે હવે અમારી જાતને ઠીક મહેસૂસ કરી રહ્યાં છીએ. તમારા સમર્થન માટે એકવાર ફરીથી આભાર."

મોહિના આ મહિનાની શરૂઆતમાં કોરોનાવાયરસથી સંક્રમિત થઈ હતી. તેના પતિ સુયેશ રાવત, સસરા અને ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ તથા સાસુ પણ કોરોના પોઝિટિવ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More