Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, યાજ્ઞિક રોડ અને ગોંડલ રોડ પર પાણી ફરી વળ્યાં

રાજકોટ શહેરમાં આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. યાજ્ઞિક રોડ, જવાહર રોડ, ગોંડલ રોડ, રિંગરોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. તો સાથે જ વરસાદ આવતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે.

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, યાજ્ઞિક રોડ અને ગોંડલ રોડ પર પાણી ફરી વળ્યાં

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરમાં આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. યાજ્ઞિક રોડ, જવાહર રોડ, ગોંડલ રોડ, રિંગરોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. તો સાથે જ વરસાદ આવતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે.

fallbacks

પરોઢિયે વરસેલા 2 ઈંચ વરસાદે આખા અમદાવાદને ધમરોળી નાંખ્યું, લોકોના ઓટલા સુધી પાણી ભરાયા

રાજકોટ જિલ્લામાં ૧૦ વાગ્યા સુધીમાં 92 MM વરસાદ નોંધાયો 

  • લોધિકા અને ગોંડલમાં 1 ઇંચ વરસાદ 
  • રાજકોટ શહેર અને જસદણમાં અડધો ઇંચ વરસાદ
  • રાજકોટ શહેરમાં 14 MM
  • કોટડાસાંધાણીમાં 7 MM
  • ગોંડલમાં 22 MM
  • જેતપુરમાં 3 MM
  • જસદણમાં 15 MM
  • લોધિકામાં 25 MM
  • વીંછીયામાં 6 MM

24 કલાકમાં ગુજરાતના 75 તાલુકામાં વરસાદ, ખેતીલાયક વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ

રાજકોટ તાલુકાના સરધાર ગામે વહેલી સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તો ચાર કલાક બાદ હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. આજે સવારથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

રાજકોટના જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સવારથી જ કાળાડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો હતો. જેતપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા જેતપુરના આસપાસના વિસ્તારમાં વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

Photos : AMC ના શાસકો હજી પણ રવિવારની ઊંઘમાં, ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદની આવી હાલત થઈ ગઈ...

રાજકોટમાં ગોંડલ શહેર અને પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી સવારથી જ વાદળછાયા વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ગોંડલ, મોવિયા, શ્રીનાથગઢ, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. તો શાપર, વેરાવળ, જસદણ, આટકોટ, ગોંડલ શહેર અને પંથકોમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ સાથે જ જગતનો તાત ખુશખુશાલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More