Home> Entertainment
Advertisement
Prev
Next

ધોનીની જીવાએ કહ્યું, "રણવીર અંકલે મારા જેવા સનગ્લાસ કેમ પહેર્યા છે?" અને પછી....

અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચોંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા. 

ધોનીની જીવાએ કહ્યું,

રાંચીઃ મહેન્દ્ર સિંહ ધોની ત્યારે બિલકૂલ અચંભિત રહી ગયો જ્યારે તેની પુત્રી જીવાએ તેને પુછ્યું કે, "રણવીર અંકલે મારા જેવા જ સનગ્લાસ કેમ પહેર્યા છે?" અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચોંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા. ત્યાર પછી ધોનીએ જીવાનો અને રણવીર સિંહનો ફોટો કોલાજ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે, મારી જીવા પાસે પણ આવા જ સનગ્લાસ છે. 

fallbacks

ધોનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, "જીવાએ જ્યારે જોયું કે રણવીર સિંહે બિલકૂલ તેની પાસે છે તેવા જ સનગ્લાસ પહેર્યા છે ત્યારે તે તરત જ સીડી ચડીને તેના રૂમ તરફ દોડી હતી. પોતાના રૂમમાં જઈને તેણે જ્યારે જોયું કે, મારા સનગ્લાસ સલામત છે ત્યારે તેને શાંતિ થઈ હતી. આજકાલના બાળકો કેટલા હોંશિયાર હોય છે. હું જ્યારે સાડા ચાર વર્ષની ઉંમરનો હતો ત્યારે મને સનગ્લાસ શું હોય તે પણ ખબર પડતી ન હતી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે તે રણવીરને મળશે ત્યારે મને ખાતરી છે કે તે તેને કહેશે કે, અંકલ મારી પાસે પણ તમારી જેવા જ સનગ્લાસ છે."

અભિનેતા રણવીર સિંહે ધોનીની પોસ્ટ જોયા પછી તરત જ હૃદયસ્પર્શી કોમેન્ટ કરતાં લખ્યું હતું, "Hahahahaha... FASHIONISTA Z !!!!". ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે શનિવારે યોજાયેલા 'Elle Beauty Awards' માટે આ સનગ્લાસ પહેર્યા હતા. અને ત્યાર પછી આ સનગ્લાસ પહેરેલો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ધોની અત્યારે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે અને પરિવાર સાથે સમય ગાળી રહ્યો છે. 2019 વર્લ્ડ કપ પછી તે બે મહિના માટે ભારતીય સેના સાથે રહેવા માટે પણ ગયો હતો. તેણે કાશ્મીરમાં સરહદ ઉપર સેનાના જવાનો સાથે બે મહિના પસાર કર્યા હતા. 

જુઓ LIVE TV....

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More