Home> Gujarat
Advertisement
Prev
Next

વિસનગર: અશ્વદોડ સ્પર્ધાની 200 વર્ષ જૂની પરંપરા, વાયુ વેગે દોડ્યા ઘોડા

અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. ત્યારે પાણી દારઅશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણ જમાવ્યું છે. 

વિસનગર: અશ્વદોડ સ્પર્ધાની 200 વર્ષ જૂની પરંપરા, વાયુ વેગે દોડ્યા ઘોડા

તેજસ દવે/મહેસાણા: અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. ત્યારે પાણી દારઅશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણ જમાવ્યું છે. આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે, ત્યારે કહેવત પ્રમાણે "દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો?" આમ કહેવત પોતાના પરના લાગી આવે તે માટે આજે પણ ઘોડેસવારો  ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં જોડાય છે. 

fallbacks

પરંપરા મુજબ અહી ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી વધુ લાંબો એક રનવે બનાવી અંદાજે 100 જેટલા વિવિધ જગ્યાએથી આવેલ ઘોડે સવારો ઘોડાની નાચ, રેહવાનચાલ અને પાટી એટલે કે દોડની સ્પર્ધામાં જોડાય છે. આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની જાંખી પણ પ્રગટ થાય છે. એટલે કે, હિંદુ મુસ્લિમ સહિતના લોકો આ સ્પર્ધામાં ભાગ લે છે. અહીં રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે. જેને જોવા નાના ભૂલકાઓથી લઇ મોટેરા લોકો દુર-દુર થી આ અશ્વ દોડ મેદાનમાં આવે છે. 

રાજસ્થાનના સીએમ ગેહલોતે દારૂ પીધેલી હાલતમાં નિવેદન આપ્યું: પ્રદિપસિંહ જાડેજા

લોકોના મોટા માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાનું માલિકની લાજ રાખેછે તો કોઈક ઘોડું સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે. જેનો આનંદ પણ પ્રેક્ષ્કો માટે અનેરો બની રહે છે. જોકે આ અશ્વદોડ સ્પર્ધામાં લીલી જંડી મળતાની સાથે જાણે કે રોકેટની ગતિએ ઘોડા દોડ લગાવે છે. તો જે ઘોડેસવારની કરતબ અને ઘોડાની કરામત રંગ લાવે છે. તેવા ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરી આ પરંપરાને જીવંત રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હાલમાં ઉત્તર ગુજરાત સહીત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લના ઘોડે સવારો પણ અહી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.

વાયુસેના દિવસની ઉજવણી, પાયલોટે સાયકલ ચલાવી આપ્યો ફિટ ઇન્ડિયાનો સંદેશ

મુગલ કાળ અને રાજવીઓના મનોરંજન માટે યોજાતી અશ્વ દોડ આજે ભાલક ગામે એક પરંપરા બની રહેતા આજના આ વિવિધ વાહનોના યુગમાં બાળકોને ઘોડો નામનું પશુ માત્ર પાઠ્યપુસ્તકમાં જ નહિ પણ રૂબરૂ પણ જોવા મળી રહ્યા છે. તો આ સ્પર્ધા એકતાનું ખુબ મોટું ઉદાહરણ પણ પૂરું પાડી રહી છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More