મુંબઈઃ બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)એ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ચારેય બંગલાને સીલ કરી દેવામાં આવ્યા છે. ચારેય બંગલાને કોરોના પ્રભાવિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. બીએમસીની ટીમ બંગલાની તપાસ કરી રહી છે. બચ્ચન પરિવારના ચારેય બંગલા- જલસા, પ્રતીક્ષા, જનક અને વત્સને કોવિડ-19ના દિશા-નિર્દેશો અનુસાર પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે અને તેને સીલ કરી દેવામાં આવ્યું છે.
આ સિવાય બીએમસીએ બધા બંગલામાં રહેલા સ્ટાફને ડિસઇન્ફેક્ટ કરી દીધા છે અને બાકી જરૂરી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. તો અમિતાભ બચ્ચનના ચારેય બંગલામાં મેડિકલ ટીમ પણ હાજર છે અને બધા બંગલાના સ્ટાફને સ્ક્રીન પણ કરવામાં આવ્યા છે.
શનિવારે અમિતાભને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ તો અભિષેકને હળવો તાવ હતો, ત્યારબાદ બંન્નેનો ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંન્નેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આજે એશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્ય પણ કોરોનાનો શિકાર બન્યા છે. પરંતુ બંન્નેનમાં કોઈ લક્ષણો નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે