Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નશાની હાલતમાં નબીરાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માથે લીધું

કોરોના ઉપરાંત રાત્રી કર્ફ્યુંના કારણે પોલીસ પર કામનું ભારણ ખુબ જ ઘટી ચુક્યું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 3 નબીરાઓ પકડાયા હતા. જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જો કે નબીરાઓ લાજવાના બદલે ગાઝ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ તો દિવાલ પર માથા પછાડીને છોડી મુકવા માટે ધમપછાડા કર્યા હતા. 

અમદાવાદ: નશાની હાલતમાં નબીરાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માથે લીધું

અમદાવાદ : કોરોના ઉપરાંત રાત્રી કર્ફ્યુંના કારણે પોલીસ પર કામનું ભારણ ખુબ જ ઘટી ચુક્યું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 3 નબીરાઓ પકડાયા હતા. જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જો કે નબીરાઓ લાજવાના બદલે ગાઝ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ તો દિવાલ પર માથા પછાડીને છોડી મુકવા માટે ધમપછાડા કર્યા હતા. 

fallbacks

અમદાવાદ : કારખાનાની છત પરથી ભૃણ મળ્યું, 10 દિવસમાં 4 ભૃણ મળતા ચકચાર

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા સંજીવની હોસ્પિટલ પોઇન્ટ ખાતે હાજર હતા. ત્યાં ત્રણ લોકો વાહન લઇને બુમાબુમ કરતા નિકળ્યાં હતા. જેથી પોલીસે તેઓને અટકાવીને બહાર નિકળવાનું કારણ પુછ્યું હતું. જો કે એક યુવક દારૂનાં નશામાં હોવાનું સામે આવ્યું હતું. જો કે યુવકે પોતાની ઉપર સુધી ઓળખાણ છે તેવી સફાઇ આપવા લાગ્યો હતો. 

જામનગરમાં જમીન મુદ્દે ભૂમાફિયા જયેશ પટેલે સોપારી આપી બિલ્ડર પર કરાવ્યું ફાયરિંગ, 3ની ધરપકડ

જેના પગલે પોલીસ દ્વારા પ્રતીક પંચાલ, કુંજલ પટેલ અને આદિશ શાહની ધરપકડ કરી હતી. જ્યાં આ ત્રણમાંથી કુંજલ પટેલે દારૂના નશામાં D સ્ટાફની ઓફીમાં માથા પછાડવાનું શરૂ કર્યું હતું. પોલીસને પણ તેઓએ જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને તેઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More