Home> Entertainment
Advertisement
Prev
Next

PICS : આ નવી હિરોઇનનો પિતા છે સુપરસ્ટાર, ઓળખી ?

તે નસિરુદ્દીન શાહના પ્લે ગ્રુપ સાથે એક વર્ષ એક્ટિંગ કરી ચૂકી છે

PICS : આ નવી હિરોઇનનો પિતા છે સુપરસ્ટાર, ઓળખી ?

નવી દિલ્હી : ભોજપુરી મેગાસ્ટાર રવિ કિસનની દીકરી રીવા કિશને પોતાની પહેલી ફિલ્મ 'સબ કુશલ મંગલ હૈ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું મુહુર્ત ઝારખંડના રાંચીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિ કિસન પત્ની પ્રીતિ શુક્તા સાથે હાજર હતો.

fallbacks

fallbacks

આ મુહુર્તમાં વર્ષો પહેલાં રવિ કિસનને પહેલો મોટો બ્રેક દેનાર નીતિન મનમોહન અને ફિલ્મની નિર્માત્રી એવી દીકરી પ્રાચી મનમોહન, પદ્મિની કોલ્હાપુરે, ડિરેક્ટર કરણ કશ્યપ તેમજ ફિલ્મનો હીરો પ્રિયાંક શર્મા પણ હાજર હતા. પ્રિયંકા એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેનો દીકરો છે. આ ફિલ્મનું નિર્માણ વન અપ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ ઝારખંડમાં થશે. 

આ ગર્લફ્રેન્ડનો હાથ પકડીને અક્કીએ પગ મૂક્યો બોલિવૂડની સીડી પર, પછી મારી દીધો ધક્કો

રવિ કિસને આ ફિલ્મ વિશે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે રીવાનું બાળપણ મારો અભિનય જોઈને પસાર થયો છે. તે જન્મજાત કલાકાર છે. રીવા પહેલા નસિરુદ્દીન શાહના પ્લે ગ્રુપ સાથે એક વર્ષ સુધી અભિનય કરી ચૂકી છે. રીવાએ અમેરિકાના એક્ટિંગ કોર્પ ઇન્સ્ટિટ્યૂટમાંથી દોઢ વર્ષની ટ્રેઇનિંગ લીધી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More