રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં એક કા ડબલનો મામલો સામે આવ્યો છે. સ્માર્ટ કેસ ઈન્વેસ્ટેમેન્ટ નામથી ઓફિસ ખોલી 90 દિવસમાં ડબલ નાણાં આપવાની લાલચ આપી ફરીયાદી રાજીવ કપુર સાથે આરોપી આશુતોષ કોણકરે 54 લાખની છેતરપીડી કરી હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત પ્રમાણે વાસણા રોડ પાર્થ પાર્ક સોસાયટીનાં રહેતા રાજીવ કપુરે સ્માર્ટ કેસ ઈન્વેસ્ટમેન્ટ કંપનીનાં 54 લાખ રૂપિયા રોકયા હતા. જેમાં કંપનીનો સંચાલક આશુતોષ કોણકરે ફરીયાદી રાજીવ કપુરને કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરશો તો 90 દિવસમાં રૂપિયા ડબલ થઈ જશે તેવી લાલચ આપી. સાથે જ સ્માર્ટ કેસ ઈન્વેસ્ટમેન્ટ કંપની ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે જેથી ત્રણ ગણું વળતર મળશે તેમ ફરીયાદી ને કહ્યું હતું.
જેથી ફરીયાદીએ આરોપી આશુતોષની વાતમાં આવી પોતે, તેમની પત્ની, પુત્ર, સગા સંબધીઓ અને મિત્રો પાસેથી કંપનીમાં 54 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. ત્યારબાદ 90 દિવસ બાદ આરોપી આશુતોષે એક પણ રૂપિયા ન આપતા તેમને મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી રાજીવ કપુરે કહ્યું કે, આરોપી અને હું 1999માં ગુજરાત કાર્વન ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. હું કોમર્સિયલ વિભાગમાં ડીજીએમની પોસ્ટ પર હતો. જયારે આરોપી આશુતોષ કર્મચારી તરીકે નોકરી કરતો હતો. આરોપીએ મને એક ના ડબલ રૂપિયા થઈ જશે તેમ કહી રોકાણ કરવાની લાલચ આપી. જેથી હું એ મારા, મારી પત્નીના, પુત્રના, સગા સંબધીઓ અને મિત્રો પાસેથી 54 લાખનું રોકાણ કરાવ્યું. જે ન આપતા 2006થી આજદિન સુધી તેની પાસેથી મેળવવાના પ્રયાસ કરતા રહ્યા હતા.
સાથે જ 12 વર્ષથી પોલીસ ફરિયાદ નોંધાવાની કોશિશ કરતો રહ્યો પરંતુ પોલીસ ફરીયાદ ન નોંધાતા આખરે મુંબઈ સીબીઆઈમા ફરીયાદ કરી ત્યારબાદ સીબીઆઈએ ગાંધીનગર સીબીઆઈને કહ્યું અને ત્યારબાદ ગાંધીનગર સીબીઆઈએ વડોદરા પોલીસ કમિશનરે કહેતા આખરે મારી ફરીયાદ નોંધાઈ છે. 54 લાખની છેતરપીડીની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી સીસોદીયા કરી રહ્યા છે. જેમની સાથે વાતચીત થતા તેમને કહ્યું કે, તમામ દસ્તાવેજો અને પુરાવાઓ ચકાસવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે